હવે લગ્નમાં 100થી વધુ લોકોને નહીં બોલાવી શકાય. હાલમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકારે લગ્ન- સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા અને વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનો આદેશ કર્યો છે.
તો મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ-ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા જ રાખવાની રહેશે. આ સાથે જે શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે તે શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/ સત્કાર કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે આ નિર્ણયનો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ મંગળવારની મધ્યરાત્રિથી શરૂ થઇ જશે.

છેલ્લા 24 કલાકમાં વધુ 1487 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1487 કેસ નોંધાયા છે. 1234 દર્દીઓ રિકવર થયા છે..તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 17 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 13 જ્યારે મોરબી, રાજકોટ, સુરત અને વડોદરામાં 1-1 દર્દીના મોત થયા છે. તો અત્યાર સુધીમાં કુલ 3876 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં 89 લોકોની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામા આવી રહી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો 13836 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.
READ ALSO
- શરીરે સંપૂર્ણ સ્વસ્થ ને ફેફસાં પણ બરાબર છતાં પોણા પાંચ મહીનાથી આ મહિલા છે કોરોના સંક્રમિત
- આકાશ તો ઠીક હવે ભોંયતળીયે પણ જીવ બચી જશે/ બોરવેલમાં પડેલા બાળકોનો નહીં જાય જીવ, ગુજરાતના આ યુવાને બનાવ્યો છે રોબોટ
- હિંસા અને ફરિયાદો વચ્ચે સુરક્ષિત માહોલમાં ચૂંટણી કરાવવા પર જોર, બંગાળ ઈલેક્શન પર ચૂંટણી પંચે કરી આ મોટી વાત
- Road Safety: કારનો અકસ્માત થાય તો ક્યાં સ્ટેપ્સને કરશો ફોલો, જાણો બધું જ અહીંયા
- ઉત્તમ તક / માહિતી ખાતામાં 100 જગ્યાઓ માટે પડી જાહેરાત : નાયબ માહિતી નિયામકથી લઈને મદદનીશ બનવાની તક, અહીંયાં કરો એપ્લાય