આર્કિટેક્ચર ડિઝાઈનીંગની કંપનીના ઓથા હેઠળ ઓનલાઈન લાઈવ સેક્સ કોલ સેન્ટર ચલાવતા શખ્સને જે.પી. રોડ પોલીસે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન, ટીવી, વેબ કેમેરા અને સેક્સ ટોયઝનો જથ્થો પણ મળી આવ્યો છે જે કબજે લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી ઈન્દ્રચંદ્ર ગુપ્તાને ઝડપી લીધો હતો
અકોટા પી.એફ ઓફિસ રોડ ખાતે આવેલી શ્રી રેસિડેન્સીમાં રહેતો તેમજ કયારેક હાર્દિક ચેમ્બર્સમાં રહેતો નિલેશ ઈન્દ્રચંદ્ર ગુપ્તા અમી પરમાર નામની યુવતી સાથે મળીને લાઈવ સેક્સ કોલ સેન્ટર ચલાવતો હોવાની માહિતી જે.પી. રોડ પોલીસને મળી હતી. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી ઈન્દ્રચંદ્ર ગુપ્તાને ઝડપી લીધો હતો જ્યારે અમી પરમારની શોધખોળ શરૂ કરી છે.

ચતુરબાતેં નામની વેબસાઈટ પર લાઈવ સેક્સ કોલ રેકેટ ચલાવતો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, ઈન્દ્રચંદ્ર ગુપ્તા ”રેય ડિઝાઈન વર્લ્ડ” નામની ઓનલાઈન પ્લાનિંગ, આર્કીટેક્ટ ડિઝાઈનીંગની ઓફિસ ચલાવતો હતો. પરંતુ તેની આડમાં યુવતીઓ થકી લેપટોપ, ટીવી, વેબકેમેરાનો ઉપયોગ કરી ચતુરબાતેં નામની વેબસાઈટ પર લાઈવ સેક્સ કોલ રેકેટ ચલાવતો હતો. યુવતીઓ જુદા જુદા આઈ.પી.થી જુદા જુદા ગ્રાહકો સાથે અશ્લીલ લાઈવ ચેટીંગ તેમજ લાઈવ અંગપ્રદર્શન કરી વર્ચ્યુઅલ સેક્સની પ્રવૃત્તિ ચલાવતા હતા.
૧૧ લેપટોપ, મોબાઈલફોન કાર મળી કુલ ૬.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સેન્ટરના સંચાલક ઈન્દચંદ્રની સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ગેરકાયદે સેક્સ રેકેટમાં અન્ય કોણ – કોણ સામેલ છે ? યુવતીઓ ક્યાંથી લવાતી હતી ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ૧૧ લેપટોપ, મોબાઈલફોન કાર મળી કુલ ૬.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- કોરોના વોરિયર્સને જ અન્યાય, કોરોનાકાળમાં સતત કામ કરનાર કોરોના વોરિયર્સ પગારથી વંચિત !
- RBIની બેંકોને લઇ ગંભીર ચેતવણી : ફસાયેલ દેવાનું લેવલ 14.8% સુધી જઈ શકે છે
- જંગલમાં બે ટાઈગરો વચ્ચે થઈ જોરદાર લડાઈ, વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો
- ભરૂચ/ જિલ્લા કોંગ્રેસ સમિતિની શિબિરમાં કોવિડના નિયમોના ઉડ્યા ધજાગરા
- 84 દિવસની વેલિડિટી સાથે મેળવી શકો છો 5GB ડેટા, આ ટેલિકોમ કંપની લોન્ચ કર્યો નવો પ્લાન