GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

હવે ઘર બેઠા ઓનલાઈન મકાન ખરીદી-વેચી શકશો, લોન્ચ થઈ Amazon જેવી વેબસાઈટ

વર્તમાન સમયમાં લોકો પાસે સમયની ખામી હોવાથી બધી જ વસ્તુઓની ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે હવે તમે ઘરની ખરીદી અને વેચાણ પણ ઓનલાઈન કરી શકશો. તે માટે એમેજોન જેવી એક ખાસ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઈટ થકી તૈયાર મકાનની સુરક્ષિત રીતે ખરીદી અને વેચાણને પ્રોત્સાહન મળવાની આશા છે.

ખરેખર તો, આવાસ અને શહેરી મામલાના પ્રમુખ દુર્ગા શંકર મિશ્રાએ રીયલ એસ્ટેટ ડેવલોપરના સંગઠન ‘નારેડકો’ દ્વારા વિકસિત ઓનલાઈન પોર્ટn HousingForAll.com લોન્ચ કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે, આ પોર્ટલમાં ‘ભારતીય રિયલ એસ્ટેટકા એમેજોન’ બનાવાની ક્ષમતા છે. આ વેબસાઈટ પર ગ્રાહક તૈયાર ઘરની ખરીદી અથવા તો વેચાણ કરી શકે છે.

નારેડકોના આ પોર્ટલ પર માત્ર રેરામાં રજિસ્ટર્ડ તૈયાર આવાસ પરિયોજનાઓને જ સૂચીબદ્ધ કરવામાં આવશે. આ પોર્ટલ રીયલ એસ્ટેટ ડેવલપર્સ માટે માત્ર એક મહીના માટે એટલે કે, 14 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી જ ખુલશે. જે દરમિયાન તેઓ પોતાની પરિયોજનાઓને રજિસ્ટર્ડ કરી શકશે.

શરૂઆતના 15 દિવસ ઘરમાં ઓફર્સને જોઈને ઘરની પસંદગી કરી શકાશે. તેઓ 1 માર્ચછી 31 માર્ચ 2020 સુધી ઘરની ખરીદી શરૂ કરી શકશે.

ખરીદદાર માત્ર 25 હજાર રૂપીયાનું રોકાણ કરી પોર્ટલ પર પોતાની એક યૂનિટની બુકિંગ કરી શકે છે. જો ખરીદદાર કોઈ પણ યૂનિટની ખરીદી નથી કરતા તો, તેમને રોકાણ કરેલ પૂર્ણ રકમ પરત કરવામાં આવશે.

READ ALSO

Related posts

અરબી સમુદ્ર સાયકલોનીક સકર્યુલેશનના કારણે આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરીયો ન ખેડવા સુચના

Nilesh Jethva

અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિર માટે મોરારી બાપુએ આટલા કરોડ આપ્યા દાનમાં

Nilesh Jethva

indane ને નવી વ્યવસ્થાની ટ્રાયલ કરી શરુ, સિલિન્ડર ઘરે પહોંચાડવા પર વેન્ડરને ગ્રાહકો પાસેથી લેવી પડશે આ માહિતી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!