GSTV

શ્રેયાર્થ યુનિવર્સિટી: ધોરણ 10 પછીના અભ્યાસ માટે માર્ગદર્શન વેબિનારનું રવિવારે આયોજન, મળશે કારકિર્દી ઘડતરની ટિપ્સ

Last Updated on June 23, 2021 by pratik shah

કોઇપણ વિક્સીત કે વિકાસશીલ રાષ્ટ્રની સાચી ઓળખ તેની શિક્ષણ પ્રણાલી અને વિદ્યાર્થીઓ દ્વારા વૈશ્વિક ભાવિ નિર્માણની દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ કેળવવામાં સમયથી આગળ વિચારીને ભાવિના એંધાણ અને પ્રવાહો પારખીને વિદ્યાર્થીને સાચી દીશા આપવામાં શિક્ષણ સંસ્થાઓ અને અધ્યાપકોનો ફાળો ખૂબજ મહત્વનો અને અમૂલ્ય હોય છે. ભારતમાં અત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં યુવા વર્ગ છે ત્યારે માત્ર ભારત જ નહીં , સમગ્ર દુનિયાની નજર ભારતનું યુથ કેવું પ્રદાન કરશે અને કેવી દુનિયા ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેના તરફ સમગ્ર જગતની મીટ મંડાયેલી છે.

વેબિનારમાં જોડાવવા માટે આ લિન્ક http://www.shreyarthuni.ac.in પર રજિસ્ટ્રેશન કરાવો…

અમદાવાદના મધ્યમાં આશ્રમ રોડ પરની એકમાત્ર યુનિવર્સિટીમાં કારકિર્દી ઘડતરનું નવું સોપાન


આ સંજોગોમાં ગુજરાતમાં અમદાવાદ ખાતે જીએસટીવી સંલગ્ન શ્રેયાર્થ યુનિવર્સિટી આકાર પામી છે. જેમાં વર્ષ 2020-21માં પત્રકારત્વ કોર્સના સફળ સમાપન બાદ હવે પત્રકારત્વની સાથે સાથે ધો. 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ , બીબીએ , બીસીએ , બેચલર ઓફ પર્મફોર્મિંગ આર્ટસ અને બીએ વિથ જર્નાલિઝમ એન્ડ મીડિયા કોમ્યુનિકેશન વગેરેના ડીગ્રી-ડીપ્લોમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો શરૂ થઇ રહ્યા છે. શ્રેયાર્થ યુનિવર્સીટીની વિશેષ બાબતોમાં એક એનું સ્થળ પણ છે જે આશ્રમ રોડ પર એમ.જે.લાયબ્રેરીની પાસે ગુજરાત ભવનમાં તૈયાર થયું છે.

UGC STUDENTS

માત્ર પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના જ નહીં શહેરની મધ્યમાં હોવાથી આસપાસના શહેરોના વિદ્યાર્થીઓને પણ ત્યાં પહોંચવા માટેના સરળ પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા પોતાના વાહનથી આસાનીથી અને ઝડપથી પહોંચવામા સુગમ રહેવાની સાથે તેમનો ઘણો ખર્ચ પણ બચાવશે. આ ઉપરાંત આ તમામ અભ્યાસક્રમોમાં વિશેષ બાબત એ છે કે જે તે ક્ષેત્રમાં માત્ર અધ્યાપન કરનાર વિદ્વાનો ઉપરાંત તે ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર મહાનુભાવોના જ્ઞાન અને અનુભવનો સીધો લાભ મળશે. જેને લીધે ડીગ્રી લીધા પછી વિદ્યાર્થીઓ વાસ્તવિક પડકારોનો પુરી સજ્જતાથી સામનો કરી શકશે. વિદ્યાર્થીઓની મૂલ્યાંકન પધ્ધતિ પણ પુસ્તકીયા જ્ઞાન કરતા આગવી રહેશે.


ધો. 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ , બીબીએ , બીસીએ , બેચલર ઓફ પર્મફોર્મિંગ આર્ટસ અને બીએ વિથ જર્નાલિઝમ એન્ડ મીડિયા કોમ્યુનિકેશન વગેરેના ડીગ્રી-ડીપ્લોમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસક્રમ સાથે તજજ્ઞોનું માર્ગદર્શન આપને પહોંચાડશે સફળતાના શિખર સુધી પહોંચાડશે.

ધો.12 પછીના અભ્યાસક્રમો વિશેની પણ માહિતી આપવામાં આવશે

આ સંદર્ભમાં વિદ્યાર્થીઓને વિશેષ જાણકારી આપવા માટે શ્રેયાર્થ યુનિવર્સિટી દ્વારા આગામી 27મી જુનથી ઓનલાઇન કારકીર્દી માર્ગદર્શન કાર્યક્રમ શ્રેણી શરૂ કરાઇ રહી છે. જેની પ્રથમ કડીમાં 27મી જુન રવિવારે પ્રથમ વેબીનાર સવારે 11.30 વાગે ઓનલાઇન ઝૂમ પ્લેટફોર્મ પર ધો.10 પછીના અભ્યાસક્રમો માટે યોજાશે. જેમાં રાજયના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મોટીવેશનલ સ્પીકર અને ગુજરાત સમાચારના કટાર લેખક જય વસાવડા અને અન્ય તજજ્ઞો પણ માર્ગદર્શન આપશે. આ વેબિનારનું સંચાલન પ્રિન્સીપાલ સુભાષ બ્રહ્મભટ્ટ કરશે. જેમાં ભાગ લેવા માટે આ વિનામૂલ્યે કાર્યક્રમમાં www.shreyarthuni.ac.in પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આપના ઇમેઇલ અથવા મોબાઇલ નંબર પર કાર્યક્રમની લીંક શેર કરવામા આવશે. આ કાર્યક્રમની તે પછીની શ્રેણીમાં ધો.12 પછીના અભ્યાસક્રમો વિશેની પણ માહિતી આપવામા આવશે. જેની વિગતો પછીથી જાહેર કરાશે.

READ ALSO

Related posts

ઘરમાં રમતા બાળકો પર ખાસ ધ્યાન આપો: 3 વર્ષનું બાળક ભગવાન ગણેશની મૂર્તિ ગળી ગયો, માંડ માંડ તબીબોએ જીવ બચાવ્યો

Pravin Makwana

રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર આવી: નવેમ્બર સુધી ફ્રી રાશન ઉપરાંત મેળવી શકશો આટલા લાભ, આવી રીતે કરો અપ્લાઈ

Pravin Makwana

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!