વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો
સોર્સ : GOOGLE
આજકાલ લોકો માત્ર ગરમીથી જ નહીં, પરંતુ કોઈ કારણ વગર વાળ ખરવાની સમસ્યાથી પણ પરેશાન છે. તેને અટકાવવા માટે લોકો અનેક પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સ જ નહીં, પણ દેશી નુસખાઓ પણ અજમાવતા હોય છે.
સોર્સ : GOOGLE
વાળને ખરતા અટકાવવા માટે લોકો ઘણીવાર દહીં અને ડુંગળીનો રસ લગાવતા હોય છે. જોકે ખાવાની કેટલીક એવી વસ્તુઓ પણ છે, જે વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે.
સોર્સ : GOOGLE
વાળને સ્વસ્થ બનાવવા માટે ઈંડું ખાવું યોગ્ય માનવામાં આવે છે, કારણ કે તેમાં પ્રોટીન અને બાયોટિન ભરપૂર માત્રામાં હોય છે.
સોર્સ : GOOGLE
ઈંડામાં ઝિંક અને સેલેનિયમ હોય છે, જે સ્કેલ્પને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. અઠવાડિયામાં ત્રણથી ચાર ઈંડા ખાવા હિતાવહ રહેશે.
સોર્સ : GOOGLE
બદામ અને અખરોટ વાળ માટે ઉત્તમ સુપરફૂડ છે, જે પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન-ઈ થી ભરપૂર હોય છે. દરરોજ 4-5 પલાળેલા અખરોટ અને 8-10 બદામ ખાવા વાળ માટે સારા ગણાય છે.
સોર્સ : GOOGLE
ચિયા સીડ્સ, કોળાના બીજ અને અળસી વાળની મજબૂતી, ગ્રોથ અને સ્કેલ્પના સ્વાસ્થ્ય માટે પોષક તત્ત્વોનો પાવરહાઉસ ગણાય છે. તેમાં ઓમેગા-3, ઝિંક, પ્રોટીન અને આયર્ન હોય છે, જે હેર ફોલ ઘટાડવામાં મદદ કરે છે.
સોર્સ : GOOGLE
વાળના સારા ગ્રોથ માટે અને તેને તૂટતા અટકાવવા ડાયટમાં પાલક, મેથી અને સરસવ જેવી લીલી શાકભાજી ચોક્કસપણે સામેલ કરો. તેમાં રહેલા આયર્ન, વિટામિન્સ અને પોષક તત્ત્વો વાળને મૂળમાંથી મજબૂત કરવામાં મદદ કરે છે.
સોર્સ : GOOGLE
આમળાં, સંતરાં અને લીંબુ જેવા વિટામિન-સી થી ભરપૂર ફળો શરીરમાં કોલેજન વધારવામાં મદદરૂપ બને છે. આ ફળોનું સેવન કરવાથી વાળ ખરવાનું ઓછું થાય છે અને વાળ લાંબા તેમજ મજબૂત બને છે.