ભારત માટે T20Iમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બોલર્સ
સોર્સ : Google
ભારત માટે T20Iમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદીમાં અર્શદીપ સિંહ સૌથી આગળ છે. તેણે અત્યાર સુધી 95 મેચોમાં 92 ઈનિંગ્સમાં 141 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની એવરેજ 19.87 છે અને તેણે 8.51ના ઈકોનોમી રેટથી રન આપ્યા છે. તેણે અત્યાર સુધીમાં 4 મેડન ઓવર ફેંકી છે.
સોર્સ : Google
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદીમાં બીજા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં 100 T20I મેચ રમી છે અને આ દરમિયાન 126 વિકેટ લીધી છે. તેનો એવરેજ 18.21 છે અને ઇકોનોમી રેટ 6.52 છે. તેણે અત્યાર સુધીમાં 13 મેડન ઓવર ફેંકી છે.
સોર્સ : Google
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદીમાં ત્રીજા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં 138 T20I મેચ રમી છે, જેમાં 114 વિકેટ લીધી છે. તેની બોલિંગ એવરેજ 27.13 છે અને તેનો ઇકોનોમી રેટ 8.34 છે. તેણે અત્યાર સુધીમાં 5 મેડન ઓવર ફેંકી છે.
સોર્સ : Google
સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે અત્યાર સુધીમાં 111 વિકેટ લીધી છે અને તે સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદીમાં ચોથા ક્રમે છે. તેણે 108 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. તેની બોલિંગ એવરેજ 21.88 છે અને તેનો ઇકોનોમી રેટ 7.45 છે. તેણે T20Iમાં 6 મેડન ઓવર ફેંકી છે.
સોર્સ : Google
ચાઇનામેન બોલર કુલદીપ યાદવ T20Iમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદીમાં પાંચમા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં આ ફોર્મેટમાં 55 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 13.80ની ઉત્તમ બોલિંગ એવરેજ સાથે 97 વિકેટ લીધી છે. તેણે 6.98ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે.