મહિલા ODI ક્રિકેટમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ભારતીય ખેલાડીઓ

સોર્સ : Google

હરમનપ્રીત કૌરે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. હરમને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દીધી છે. ચાલો જાણીએ મહિલા ODI ક્રિકેટમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ભારતીય ખેલાડીઓ વિશે.

સોર્સ : Google

મહિલા ODI ક્રિકેટમાં સૌથી વધુ મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવાના મામલે મમતા માબેન પાંચમા ક્રમે છે. તેણે 2003થી 2004 દરમિયાન ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી હતી. તેણે 19 ODIમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે 14 ODI જીતી હતી અને ફક્ત 5 મેચ હારી હતી.

સોર્સ : Google

ભારતની દિગ્ગજ બોલર ઝુલન ગોસ્વામી આ યાદીમાં ચોથા ક્રમે છે. ઝુલને 2008થી 2011 દરમિયાન 25 ODIમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટનશિપ કરી હતી. તેની ODIવનડે જીતી હતી અને 13માં હારનો સામનો કરવો પડ્યો હતો.

સોર્સ : Google

અંજુમ ચોપરાએ 28 ODIમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. તેના નેતૃત્વ હેઠળ, ભારતીય ટીમે 10 મેચ જીતી હતી અને 17માં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 2002થી 2012 દરમિયાન ટીમની કેપ્ટનશિપ કરી હતી.

સોર્સ : Google

હરમનપ્રીત કૌર મહિલા ODI ક્રિકેટમાં ભારતીય ટીમ માટે સૌથી વધુ કેપ્ટનશિ કરનાર ખેલાડીમાં બીજા ક્રમે છે. હરમનપ્રીતે 2013થી 2026 દરમિયાન 51 ODIમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી. તેના નેતૃત્વ હેઠળ, ટીમ ઈન્ડિયાએ 30 ODI જીતી હતી અને 19 હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં એક મેચ ટાઈ થઈ હતી અને એક ડ્રો થઈ હતી.

સોર્સ : Google

મિતાલી રાજ હજુ પણ સૌથી વધુ ODIમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ ધરાવે છે. મિતાલીએ 2004થી 2022 સુધી ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું, 155 મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી હતી. જેમાં 89 જીત અને 63 હારનો સમાવેશ થાય છે.

સોર્સ : Google