શેફથી લઈને સામાન્ય માણસ સુધી, દરેક વ્યક્તિ પોતાની રસોઈમાં સ્વાદ અને રંગત ઉમેરવા માટે જે એક વસ્તુનો ઉપયોગ કરે છે તેનું નામ છે કેસર. જી હા, લાલ રંગના આ પાતળા-પાતળા તાંતણા ખૂબ જ અદ્ભુત હોય છે.
સોર્સ : GOOGLE
કેસર નામ સાંભળતાં જ સુગંધ, રંગ અને સ્વાદ ત્રણેય યાદ આવી જાય છે. દૂધમાં ઉમેરવામાં આવે કે મીઠાઈમાં, તે દરેક વાનગીને ખાસ બનાવી દે છે. પરંતુ શું તમે જાણો છો કે તે માત્ર સ્વાદ માટે જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે?
સોર્સ : GOOGLE
જાંબલી રંગના નાના ફૂલમાંથી નીકળતું કેસર ઘણી મહેનતથી તૈયાર કરવામાં આવે છે, તેથી જ તે ખૂબ મોંઘું હોય છે. આયુર્વેદમાં કેસરને શક્તિ આપનારી ઔષધિ માનવામાં આવી છે. વિશ્વભરમાં તે 'ગોલ્ડન સ્પાઈસ' તરીકે પણ ઓળખાય છે.
સોર્સ : GOOGLE
કેસર ફક્ત તમારા ખોરાકમાં રંગ અને સ્વાદ જ નથી ઉમેરતું, પરંતુ તમારા સ્વાસ્થ્યથી લઈને ત્વચા સુધી અઢળક ફાયદા પહોંચાડે છે.
સોર્સ : GOOGLE
કેસરમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે શરીરને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. જો કેસરને હળદર, આદુ કે તજ જેવા મસાલા સાથે લેવામાં આવે તો તેની અસર વધુ વધી જાય છે.
સોર્સ : GOOGLE
જો તમે વારંવાર તણાવ, બેચેની કે ઉદાસી અનુભવતા હોવ તો કેસર મદદરૂપ થઈ શકે છે. સંશોધન મુજબ, કેસર કુદરતી મૂડ બૂસ્ટર તરીકે કામ કરે છે અને ઊંઘમાં પણ સુધારો લાવી શકે છે.
સોર્સ : GOOGLE
કેસર હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. તે શરીરમાં સોજો (ઇન્ફ્લેમેશન) ઘટાડે છે અને હૃદયના કોષોને નુકસાન થતાં બચાવવામાં મદદ કરે છે.
સોર્સ : GOOGLE
આયુર્વેદમાં વર્ષોથી ત્વચા માટે કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. કુંકુમાદિ તેલમાં કેસર મુખ્ય ઘટક છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે અને ડાઘ-ધબ્બા ઓછા કરે છે.
સોર્સ : GOOGLE
જો પેટ ફૂલવું, ગેસ કે અપચાની સમસ્યા રહેતી હોય તો કેસર રાહત આપી શકે છે. તેના એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પાચનતંત્રને શાંત રાખે છે અને પેટને લગતી તકલીફો ઘટાડે છે.
સોર્સ : GOOGLE
કેસર ખૂબ જ ગુણકારી અને ગરમ પ્રકૃતિનું હોય છે, તેથી દરરોજ 1-2 તાંતણા જ પૂરતા છે. તેને દૂધ અથવા હૂંફાળા પાણીમાં મેળવીને લઈ શકાય છે. કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લેવી.