GSTV
Entertainment Trending

સાયન્સ ઓન સ્ક્રીન / દેશના આ બે મહાવિજ્ઞાનીઓ પર બની રહી છે Web series : 112મા જન્મદિવસે રજૂ થયું ટિઝર

web series

ભારતના મહા વિજ્ઞાની ડો હોમી જહાંગીર ભાભા પર વેબ સિરિઝ બની રહી છે. આ સિરિઝનું નામ રોકેટ બોય્ઝ છે. સોની લિવ દ્વારા 30મી ઓક્ટોબરે તેનું ટિઝર રિલિઝ કરવામાં આવ્યું હતું. હોમી ભાભાની ગણતરી ભારતના પરમાણુ કાર્યક્રમના પિતામહ તરીકે થાય છે. આઝાદ ભારતમાં જ્યારે ન્યુક્લિયર એનર્જી વિશે કોઈને ખાસ જાણકારી ન હતી ત્યારે હોમી ભાભાએ એ દિશામાં નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમના પ્રયાસોને કારણે જ ભારત પાછળથી પરમાણુ શક્તિ બની શક્યું હતું. હોમી ભાભાની સાથે અચૂક આવતું નામ વિક્રમ સારાભાઈનું છે. વિક્રમ સારાભાઈની કથા પણ આ સિરિઝમાં રજૂ થશે. ટિઝરમાં હોમી ભાભા કહેતા સંભળાય છે : ‘સાઈકલથી લઈને સિલાઈ મશીન સુધીની બધી ચીજો પરદેશમાંથી આવે છે. ભારતમાં આપણે કશું બનાવતા જ નથી. હું આ સ્થિતિને બદલવા ઈચ્છુ છું.’

હોમી ભાભાનો રોલ જિમ સારભે કર્યો છે, જ્યારે વિક્રમ સારાભાઈનો રોલ ઈશ્વાક સિંહે કર્યો છે. કોઈ દેશ માત્ર આર્થિક કે મિલિટરીની દૃષ્ટિએ મહાસત્તા બની શકતો નથી. એ માટે વિજ્ઞાન વિકાસ અનિવાર્ય છે. એ વિકાસની કામગીરી હોમી ભાભા અને વિક્રમ સારાભાઈએ કરી હતી. એ બન્ને વિજ્ઞાનીઓના મૃત્યુ પણ શંકાસ્પદ રીતે થયા હતા. 1966માં હોમી ભાભાનું મૃત્યુ વિમાન અકસ્માતમાં થયું હતું. એ અકસ્માત શંકાસ્પદ હતો. ભારતના અગ્રણી વિજ્ઞાનીઓ મૃત્યુ પામે તો સ્વાભાવિક રીતે તેમના હાથમાં હોય એ પ્રોજેક્ટ પાછા ઠેલાય કે અટકી પડે. એ બધા રહસ્યો પરથી પરદો ઉઠે ત્યારે ખરો. પરંતુ હવે વેબ સિરિઝના યુગમાં આવા રસપ્રદ વિષયો પર પણ ફિલ્મ-સિરિઝ બની રહી છે, એ મહત્વની વાત છે.  આ સિરિઝ ક્યારે રિલિઝ થશે તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.

Related posts

Twitter નથી માની રહ્યું IT Rules? સરકારે આપી છેલ્લી તક, લેવાઈ શકે છે એક્શન

Damini Patel

યુવતીને રોડ પર ઉભી રાખીને કિસ કરવાની કરી માંગ, ના પાડતા કર્યુ શરમજનક કૃત્ય

Hemal Vegda

Shocking Video! પૈસા આપવા છતાં કપડાંના કારણે બાળકોને રેસ્ટોરન્ટમાંથી કાઢ્યા બહાર, વીડિયો જોયા પછી આવી જશે ગુસ્સો

Binas Saiyed
GSTV