GSTV
Home » News » ગુજરાત હાઈકોર્ટના આ આદેશ બાદ સુરતવાસીઓએ દિવાળી પહેલા ઉજવણી શરૂ કરી

ગુજરાત હાઈકોર્ટના આ આદેશ બાદ સુરતવાસીઓએ દિવાળી પહેલા ઉજવણી શરૂ કરી

દિવાળી પહેલા સુરતવાસીઓની દિવાળી સુધરી ગઈ છે. કારણ કે, હાઇકોર્ટના આદેશ બાદ હવે વિવર્સના રૂપિયા 1400 કરોડની ક્રેડિટ છૂટી જશે. તારીખ 1 જુલાઈ 2017 થી 31 જુલાઈ 2018 સુધીની ક્રેડિટ સેટ ઓફ થશે. તારીખ 1 ઑગસ્ટથી 18 થી 31 જુલાઈ 2019 સુધીની ક્રેડિટ વિવર્સને મળશે. જેને લાઇ વિવર્સ આલમમાં ખુશીનો માહોલ છે.

ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે છેલ્લા બે વર્ષથી GST વિભાગ અને નાણા મંત્રાલય સાથે લડત ચલાવતા વીવર્સ માટે હાઇકોર્ટે ખુશીના સમાચાર આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, ઇન્વર્ટર ડ્યુટી સ્ટ્રક્ચર હેઠળ આવનાર કોઇ પણ ઉદ્યોગકારની ક્રેડિટ GST વિભાગ અટકાવી કે લેપ્સ કરી શકશે નહીં. આ કાયદાને કારણે વિર્વસના રૂપિયા 1400 કરોડની રિફંડ છૂટી થઈ જશે. હાઈકોર્ટે ક્રેડિટ લેપ્સ શબ્દ સાથે કેન્દ્ર સરકારનું નોટિફિકેશન ગેરકાયદે ઠરાવી રદ્દ કર્યું છે.

state education high court

સુરતના સાડા છ લાખ ઉપરાંતની લુમ્સ ધરાવતા રિવર્સ અને આગેવાનોને છેડેલી કાનૂની લડતથી આખરે ન્યાય મળ્યો છે. GSTના અમલમાં આવ્યા બાદ 18 ટકા જ્યારે કાપડ પર 5 ટકાની GST નાખવામાં આવ્યો હતો. પાછળથી GST કાઉન્સિલે યાર્નના દરમાં સુધારો કરી તેના પર 12 ટકાની GST નાખ્યો હતો.જેના કારણે ગ્રે કાપડ તૈયાર કરતા વીવર્સ એ 7 ટકાનું રિફંડ GST વિભાગ પાસેથી મેળવવાનું હતું.

જોકે છેલ્લા બે વર્ષથી કેન્દ્ર સરકાર GST રિફંડ આપવા ટસથી મસ થતી ન હતી. ફેડરેશન ઓફ ગુજરાત એસોસિએશને ગુજરાત GST વિભાગ કેન્દ્રીય નાણામંત્રી GST કાઉન્સિલને કોર્ટમાં પડકાર આપ્યો હતો. આખરે કોર્ટમાં વીવર્સને ન્યાય મળ્યો છે. જેથી ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ હાઇકોર્ટના ચુકાદાને વિવર્સની જીત બતાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા જ હાઇકોર્ટ ના નિર્ણય ને લઈ વિવર્સ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જ્યાં આગામી દિવાળી વિવર્સ માટે સારી રહેશે તેવો આશાવાદ પણ વિવર્સ આલમ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ભડકી ઉઠ્યા તેજસ્વી યાદવ કહ્યું- હિંમત હોય તો બિહારમાં ચૂંટણી એકલા હાથે લડી બતાવે નીતિશ કુમાર

Arohi

ભરૂચ : વિદેશી કંપનીના લોગોનો ઉપયોગ કરી વાસણ ધોવાના લિક્વીડ અને ફિનાઈલનું વેચાણ કરનારાઓની ધરપકડ

Mayur

પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફિનાઈલ પીધું અને પરિવારજનો વીડિયો ઉતારવામાં મશગૂલ હતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!