GSTV
India News ટોપ સ્ટોરી

આગાહી: દેશના કેટલાય વિસ્તારોમાં ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી, જોઈ લો આ રહી લેટેસ્ટ અપડેટ

ચોમાસાના વરસાદી માહોલે દેશના કેટલાય વિસ્તારમાં તબાહી મચાવી છે. સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે લોકોને ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક પુર જેવી સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા છે. હવામાન વિભાગનું માનીએ તો, આવનારા દિવસોમાં હજૂ પણ લોકોને ભારે વરસાદ સામે ઝઝૂમવુ પડશે. દેશના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહેવાનો છે. તો આવો જાણીએ હવામાન વિભાગનું આ અંગે શું કહેવુ છે.

યુપીમાં હવામાન આ રીતે રહેશે

હવામાન વિભાગ અનુસાર, 01 થી 02 ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 02 ઓગસ્ટ સુધી, પૂર્વીય યુપીના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પણ શક્ય છે. તે જ સમયે, હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ વેધરે તેના અહેવાલમાં જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગોમાં વ્યાપક વરસાદ થઈ શકે છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હવામાન આ રીતે રહેશે

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગો માટે ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે. લો પ્રેશર એરિયા અને મોનસુન કરંટને કારણે 1 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1 થી 4 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાનના પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદની પ્રવૃત્તિઓ 03 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગ દ્વારા જારી ચેતવણી અનુસાર, 02 ઓગસ્ટ સુધી પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે.

છત્તીસગઢ અને ઝારખંડમાં પણ ભારે વરસાદ પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છત્તીસગઢમાં 02 ઓગસ્ટ સુધી વ્યાપક ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. બીજી બાજુ, સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાકમાં પૂર્વ ઝારખંડ અને પૂર્વ રાજસ્થાનમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બેથી ત્રણ દિવસ સુધી ઉત્તર ભારતમાં બાકીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. પંજાબના ઘણા વિસ્તારોમાં 1 ઓગસ્ટ સુધી અને હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે. 4 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડ અને હરિયાણાના અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં રાહત મળવાની કોઈ શક્યતા નથી.

READ ALSO

Related posts

ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે

Zainul Ansari

શ્રીનગર / સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સૈન્ય- આંતકીઓ વચ્ચે અથડામણ, 1 પોલીસ જવાન ઘાયલ

Hardik Hingu

રાજસ્થાન / દલિત-માનવ અધિકાર સંગઠનોએ સીએમને પત્ર લખીને કરી આ માંગણી

Hardik Hingu
GSTV