GSTV
Home » News » દક્ષિણ-પૂર્વ તટ પર ગાજા અને તિતલી બાદ હવે ફરી જાણો ક્યું વાવાઝોડું દેશે દસ્તક

દક્ષિણ-પૂર્વ તટ પર ગાજા અને તિતલી બાદ હવે ફરી જાણો ક્યું વાવાઝોડું દેશે દસ્તક

ગત બે માસમાં ગાજા અને તિતલી બાદ હવે ફરીથી વધુ એક વાવાઝોડું દેશના પૂર્વીય તટ પર દસ્તક દેવાની તૈયારીમાં છે. પેથાઈ વાવાઝોડું દેશના દક્ષિણ-પૂર્વ તટવર્તી વિસ્તારોમાં આગામી 36 કલાકમાં ટકરાય તેવી શક્યતા છે. જેના કારણે ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં હાઈએલર્ટ પર છે.

હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં પેદા થયેલું ઓછા દબાણનું કેન્દ્ર શનિવારે વાવાઢોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે અને તે આગામી 36 કલાકમાં પૂર્વીય તટવર્તી વિસ્તારમાં ટકરાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 17 ડિસેમ્બરે ઓંગોલ અને કાકીનાડાના તટવર્તી વિસ્તાર સાથે ટકરાય તેવી શક્યતા છે.

ગત બે માસની વાત કરીએ તો પેથાઈ આ વિસ્તારમાં ત્રાટકનારું ત્રીજું વાવાઝોડું છે. આ પહેલા તિતલી અને ગાજા ઘણી તબાહી મચાવી ચુક્યા છે. નવેમ્બરમાં આવેલા ગાજા વાવાઝોડામાં 45 લોકોના જીવ ગયા હતા અને 1.17 લાખ મકાનો તબાહ થયા હતા. તો ઓક્ટોબરમાં તિતલી વાવાઝોડાંએ ઓડિશામાં 57 લોકોના જીવ લીધા હતા.

હવામાન વિભાગે હાલના વાવાઝોડાને કારણે 16થી 18 ડિસેમ્બર વચ્ચે ઓડિશાના તટવર્તી વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. ત્રણેય રાજ્યોના માછીમારોને હાલ દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતને કારણે વાદળ છવાયેલા છે. તેની સાથે જ ઉત્તર તરફથી આવી રહેલા ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

હવામાન વિભાગે કહ્યુ છે કે વાવાઝોડું આવતા પહેલા હાલ તટવર્તી વિસ્તારોમાં 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગે કહ્યું છે કે આંધ્રપ્રદેશના તટવર્તી વિસ્તાર સાથે વાવાઝોડું ટકરાયા બાદ તેની તીવ્રતામાં ઘટાડો થશે. હાલ સમુદ્રમાંથી માછીમારોને કિનારે પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.

Related posts

5મી જુલાઈએ મોદી સરકાર પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરશે, આ સેક્ટરને આપી શકે છે પ્રોત્સાહન

Mayur

પુલવામામાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર

Mansi Patel

ભાડુ ન ચુકવતા બીએસએનએલની ઓફિસને તાડા લાગી ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!