તાપમાનમાં થઇ રહેલા ઘટાડા વચ્ચે ભારતીય હવામાન વિભાગે ઉત્તરનાં મેદાની વિસ્તારોમાં આગામી ચાર દિવસ માટે કાતિલ ઠંડી અને શિતલહેરનું અનુમાન કરતી ઓરેન્જ એલર્ટ જારી કરી છે, તમિલનાડુ અને પોંડિચેરી માટે ભારે વરસાદની પણ આગાહી કરી છે અને તેની સાથે-સાથે એલર્ટ પણ જારી કરી છે, વિભાગનાં મતે ઉત્તરનાં મેદાની વિસ્તારોમાં આ દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્યથી ઓછું રહે તેવી સંભાવના છે.
દેશનાં ઉત્તર-પશ્ચિમ ભાગમાં તેજ પવનનાં કારણે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચે રહે તેવી સંભાવના છે, તેમાં પંજાબ, હરિયાણાનાં કેટલાક ભાગો, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી ત્રણ દિવસો સુધી શીતલહેરની આશંકા છે. તે ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કેટલાક સ્થાનોએ ગાઢ ધુમ્મસ છવાઇ શકે છે.

હવામાન વિભાગે આગામી 13-16 જાન્યુઆરી માટે હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશ માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરી છે, તે ઉપરાંત કોમોરિન ક્ષેત્રમાં ચક્રવાતની અસરથી તમિલનાડુ, પોડિંચેરી, કરાઇકલ, કેરલ, માહે, અને લક્ષદિપમાં આગામી 2-3 દિવસમાં વરસાદ થવાની આશંકા છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….