GSTV
Home » News » ગુજરાતના આ શહેરોમાં હવામાન બદલાયું, કાળાડિબાંગ વાદળો સાથે છાંટા પડ્યા

ગુજરાતના આ શહેરોમાં હવામાન બદલાયું, કાળાડિબાંગ વાદળો સાથે છાંટા પડ્યા

ઠંડી જાય છે ફરી પાછી આવી જાય છે. દેશમાં હવામાનમાં જોરદાર પલટો આવી રહ્યો છે. હવે વધુ ઠંડી પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી આવે તો નવાઈ નહીં આજે ઉત્તર ગુજરાતમાં હવામાનમાં જોરદાર પલટો આવી ગયો છે. કાળાડિબાંગ વાદળો છવાવાની સાથે ક્યાંક વરસાદી છાંટા પડ્યા છે.

ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી

બનાસકાંઠાના વાતાવરણમાં ગતરાતથી પલ્ટો જોવા મળી રહ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. દિયોદર, ભાભર, વાવ, થરાદ તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દિયોદર તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. જેથી જો માવઠું પડે તો જીરું અને વરિયાળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ છે. અચાનક વાતાવરણમાં પલટાના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. મહેસાણાના બહુચરાજી પંથકમાં પણ હવામાન પલટાયું છે. સવારથી વાદળછાયુ વાતાવરણ થવાના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

  • બહુચરાજીમાં વાતાવરણમાં પલટો
  • વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ સર્જાયું
  • વાદળછવાતા વાતાવરણ પણ ઠંડુ બન્યું
  • ખેડૂતોને રવિ પાકમાં નુકસાનની ભીતિ
  • આકાશમાં વાદળો ઘેરાતા ખેડૂતો બન્યા ચિંતિત

જાણીતા યાત્રાધામ અંબાજીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. વરસાદી છાંટા પડતા ખેડૂતોને રવિપાકના નુકસાનની ચિંતા જોવા મળી રહી છે. બનાસકાંઠાના ભાભર પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મલી રહ્યો છે. વાદળછાયુ વાતાવરણ હોવાથી જીરુ, રાયડો, એરંડા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. શિયાળુ પાક તૈયાર થવાની આરે હોવાથી વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાબરકાંઠાના પોશીનામાં વાતાવરણમાં નાટ્યાત્મક પલટો જોવા મળ્યો છે. આકાશમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે અને વરસાદના સામાન્ય છાંટા પણ પડ્યા છે.

Related posts

સાંડેસરા બંધુઓની સંપત્તિ પર ઈડીનો સકંજો, લંડન ખાતેની મિલ્કતો જપ્ત

Mayur

રથયાત્રા નજીક આવતા અસામાજીક તત્વો દ્રારા અફવાઓની મૌસમ શરૂ કરવામાં આવી

Mayur

તહેવારો પહેલા સીંગતેલના ભાવમાં 20 દિવસમાં ઝીંકાયો આટલો વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!