GSTV
Gujarat Government Advertisement

હવામાન વિભાગની વરસાદની આવી આગાહી, 22મી સુધી ગુજરાતમાં વરસશે વરસાદ

Last Updated on October 19, 2019 by

અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું ફરી આગમન થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ખાસ કરીને ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં રવિવાર અને સોમાવરે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે.

આવું વરસાદી વાતાવરણ 22 ઑક્ટોબર સુધી રહી શકે છે.અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે તહેવાર સમયે મુશ્કેલી પડી શકે છે.દક્ષિણ ગુજરાતનાં ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી રવિવાર-સોમવાર દરમિયાન 30થી 40 કિલોમીટર પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડે તેવું હવામાન વિભાગે કહ્યું છે. દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લામાં આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે.

નૈઋત્ના ચોમાસાએ હજુ આ સપ્તાહના પ્રારંભે વિદાય લીધી છે ત્યાં માવઠાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સૌરાષ્ટ્રના પોરબંદરમાં આવેલો દરિયો તોફાની બની શકે છે. 21 અને 23 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલા સ્થળ પર વરસાદી ઝાપટા પડવાણી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભેલા પાકને પણ નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચોમાસામાં ભારે વારસાદ પડતા ઘણા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો? આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકશાનમાં નહીં રહો

Zainul Ansari

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!