GSTV
Gujarat Government Advertisement

હવામાન વિભાગની આગાહી! અમદાવાદમાં આ તારીખથી રેડ એલર્ટ, પડશે ભયંકર ગરમી

અમદાવાદ

Last Updated on May 1, 2020 by Pravin Makwana

કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો પણ સતતને સતત વધી રહ્યો. ત્યારે હવામાન વિભાગે અમદાવાદમાં 1લી અને 2જી મે માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. જે બાદ 3 મેનાં રોજ 43 ડિગ્રી થઈ શકે છે, તે માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 3 મે બાદ ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ બન્યો આફત

હાલમાં સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી કમોસમી આફત વચ્ચે આજે ગોંડલમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. જેના કારણે થોડા સમયમાં રસ્તા પર પાણી વહેતા થઈ ગયા હતા. તો ભારે પવનના કારણે પાંજરાપોળ પાસેના હોર્ડિંગ્સ ધરાશાઈ થયા હતા. કંટાલિયા રોડ પર આવેલા એક કારખાનાના છાપરા ઉડ્યા તો વરસાદના કારણે દિવાલ પણ ધરાશાઈ થઈ હતી.

રાજકોટ

રાજકોટના કોટડાસાંગાણી પંથકમાં હવામાન પલટાયું. કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું. અહીં સતત બીજે દિવસે વાવાઝોડા સાથે વરસાદ થયો. હડમતાળા, અરડોઈ, સોળીયા, નારણકા સહિતના ગામોમાં વરસાદ થયો. ખેતરમાં કાપણી કરેલી  ડુંગળી, લસણ, તલ સહિતના પાકને નુકસાનની ભીતી છે.

ધારી અને ગીર

આ તરફ ધારી અને ગીર પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે. સતત બીજા દિવસે ધારી મોરઝર સહિતના પંથકમાં કમોસમી વરસાદી ઝાંપટુ પડ્યું સતત બીજા દિવસે પવન સાથે વરસસાદના કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાનીની ભીતિ છે. આ પહેલા ખરણન કારણે કેરીના પાકને નુકસાન થયું હતુ. તો લોકડાઉનની સ્થિતિમાં કમોસમી વરસાદે કેરીના બગીચાઓમાં નુકસાની સર્જી છે.

અમરેલી

અમરેલી જિલ્લામાં ફરીથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો અમરેલીના જાળીયા સહિત આસપાસના વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં હતા. જેના કારણે ફરીથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. કેમકે ખરીફ સિઝનમાં પણ અમરેલીમાં અતિવૃષ્ટી જેવો માહોલ હતો,જે બાદ અનેક વખત કમોસમી વરસાદે ખેડૂતોને મોટી નુકસાની કરી છે.

જામનગર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય ફરીથી કમોસમી વરસાદે કેર મચાવ્યો છે. 48 કલાક ફરી વાર કાલાવડ પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. ફગાસ, ભગડા અને નવાગામ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. ઉનાળુ મગફળીના પાકમાં વરસાદથી ફાયદો થશે. તો પશુઓ માટેનો ઘારચારો પલળી ગયો છે. આ સિવાય અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ભચાઉ

ભચાઉના અમુક ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનક કમોસમી વરસાદ વરસ્યો છે. આમરડી,મોરગર આસપાસના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે.  

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!