GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

રેઇનકોર્ટ અને છત્રી કાઢી રાખજો બહાર, આ ત્રણ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વીજળી

સમગ્ર  રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 29,30 અને 31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. ઈન્દોર તરફના વાદળો મધ્ય ગુજરાતમાં થઈને ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે. જે ઉત્તર ગુજરાતમાં થઈને કચ્છથી પાકિસ્તાન તરફ જવાના છે.

જોકે ત્યાં સુધી સમગ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી વાદળો પોતાનું હેત વરસાવશે તેમ હવામાન વિભાગ માની રહ્યુ છે. મધ્યપ્રદેશ તરફથી આગળ વધી રહેલી વરસાદી સિસ્ટમ જો વધુ મજબૂત બને તો વરસાદનો સમયગાળો લંબાઈ શખે છે વધુ વરસાદ પણ પડી શકે છે.

આપ ઉપરના ચિત્રમાં જોઈ શકો છોકે, જે બલ્યુ કલર છે. તે વિસ્તારોમાં પોઈન્ટ પાંચ ઈંચ. ગ્રીન કલર દર્શાવતા ઝોનમાં 1.5 ઈંચ વરસાદ વરસી શકે છે. આ સિવાય જ્યાં પીંક કલર દેખાય છે ત્યાં 4 ઈંચ જેટલો વરસાદ થવાની શંભાવનાછે અને તેમાં રહેલા વ્હાઈટ કલર દર્શાવતો ઝોનએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવતો ઝોન છે. જ્યાં સાતથી આઠ ઈંચ વરસાદ વરસે તેવી શક્યતા છે.

અને હવે રાજ્યના કયા વિસ્તારમાં ક્યારે ભારે વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે કરેલી આગાહી પર નજર કરીએ તો..

ભારે વરસાદની આગાહી      

૨૮ જુલાઈ                                    

  • મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
  • દાહોદ, વડોદરા, પંચમહાલમાં પડી શકે છે વરસાદ

૨૯ જુલાઈ                                    

  • સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં વરસાદની આગાહી
  • મહેસાણા અને બનાસકાંઠામાં વરસાદની આગાહી

૩૦ અને ૩૧ જુલાઈ                           

  • મહેસાણા, પાલનપુર, બેચરાજીમાં વરસાદની આગાહી
  • પાટણ શહેર અને સમગ્ર જિલ્લામાં વરસાદની આગાહી

Read Also

Related posts

ચૂંટણી મોડમાં ભાજપ : જાહેરાત પહેલાં જ 1000 કરોડના કામના થઈ જશે ખાતમુહૂર્ત, સમીક્ષા બેઠક યોજાઈ

Zainul Ansari

ગઢડા BAPS મંદિરમાંથી મળ્યો પુજારીનો શંકાસ્પદ મૃતદેહ, ઘટના સ્થળે પોલીસ કાફલો

Zainul Ansari

ચૂંટણી ઈફેક્ટ/ રાજ્ય સરકાર ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક મારવાના મૂડમાં, ગરીબોને બખ્ખાં થઈ જશે

pratikshah
GSTV