GSTV
Gujarat Government Advertisement

ઉતરાયણના દિવસે ‘ધાબા પર ધીંગામસ્તી’ કરનારાઓ માટે મેઘરાજા બનશે વિલન, પતંગ રસિયાઓના રંગમાં પડશે ભંગ

Last Updated on January 12, 2020 by Mayur

ઉતરાયણ પર્વને લઈને પતંગ રસિકો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગની આગાહીનું માનીએ તો ઉતરાયણમાં વિઘ્ન બનીને વરસાદ ત્રાટકી શકે છે. ઉતરાયણ પહેલા વાતાવરણમાં પલ્ટો આવી શકે છે. 13 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થાય તેવી શક્યતા છે.

આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન વધશે અને ઠંડીમાં ઘટાડો જોવા મળશે અને ત્યાર બાદ વાતાવરણમા પલ્ટો આવશે. આ સાથે કમૌસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, દ્વારકા, જામનગર, કચ્છમા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ કમૌસમી વરસાદને પગલે ખેડૂતોને ઘંઉ, રાયડો, જીરૂ, વરિયાળીના તૈયાર પાકને વરસાદને કારણે ભીંજાઈ જવાની ભીતિ છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ સાક્લોનિક સર્ક્યુલેશન પતંગ રસિયાઓનીની પણ મજા બગડી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉતરાયણના દિવસે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ત્યારે જોવાનું એ છે કે સાક્લોનિક સર્ક્યુલેશનની કેવી અસર પડશે. જો આ દિવસોમાં વરસાદ પડશે તો પતંગ રસિયાઓના રંગમાં ભંગ પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડખાઓ / ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે અવિનાશ પાંડે બાદ આ નામ ઉછળ્યું, નેતાને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

Bansari

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!