GSTV
Home » News » નર્મદા નદી પર આવેલો બરગી ડેમ ઓવરફ્લો અને હવામાન વિભાગે કરી નવી આગાહી

નર્મદા નદી પર આવેલો બરગી ડેમ ઓવરફ્લો અને હવામાન વિભાગે કરી નવી આગાહી

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના 32 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જેથી રાજ્યના વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. વરસાદી આફતના કારણે એમપીમાં શાળા અને કોલેજ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ભોપાલ, વિદિશા અને મંડલા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે.

સીહોરમાં પાર્વતી નદી તો જબલપુરમાં નર્મદા નદી પર આવેલો બરગી ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સિવની-વૈનગંગા નદીમાં પણ ઘોડાપૂર આવ્યુ છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના કારણે લોકોને સલામત સ્થળે ખસી જવાના વહીવટી તંત્રએ આદેશ આપ્યા છે.

READ ALSO

Related posts

સાઉદીનાં ડ્રોન એટેકથી ભારત ચિંતાગ્રસ્ત, પેટ્રોલ- ડીઝલનાં ભાવ વધારાનો ડર

GSTV Desk

બંગાળ: CM મમતા બેનરજીએ PM મોદી સાથે મુલાકાત માટે માગ્યો સમય, આ દિવસે યોજાશે બેઠક

Riyaz Parmar

જૂના સાથીઓ વચ્ચે કોકડું ઉકેલાયું, ભાજપને ઘરભેગી કરવા કોંગ્રેસ-NCP થયા એક

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!