GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં જોરદાર ઠંડી વચ્ચે હવામાન વિભાગની આ 6 જિલ્લાઓમાં વરસાદની આગાહી

Last Updated on January 11, 2020 by

રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તારીખ 12 અને 13 જાન્યુઆરીના રોજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જાન્યુઆરીના રોજ કચ્છમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો13 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેમજ 14 જાન્યુઆરીથી ફરી ઠંડીમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના આ શહેરોમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી

હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. જેને કારણે ગુજરાતમાં પણ બર્ફિલી ઠંડીની અસર વર્તાઈ છે. શુક્રવારે નલિયામાં સૌથી ઓછું 4.2 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું. જ્યારે ડીસામાં 6.1 ડિગ્રી નોંધાયું. તો ગુજરાતમાં અમદાવાદ સહિત 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહ્યું હતું.

લોકો ઠુઠવાયા

ઉત્તર પૂર્વમાંથી ફૂંકાતાં ઠંડા પવનને કારણે લોકો ઠુઠવાયા હતા. અફઘાનિસ્તાન અને તેની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. જે પાકિસ્તાન થઈ ભારત તરફ આગળ વધી રહી છે. જેના કારણે શનિવારથી તાપમાનમાં વધારો નોંધાશે. આ સિસ્ટમને કાપણે રવિવારથી પવનની દિશા બદલાશે અને તેની સાથે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાશે.

આ તારીખે પડી શકે છે વરસાદ

જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સોમવારે 13 જાન્યુઆરીએ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર અને કચ્છ વિસ્તારમાં માવઠું પડે તેવી શક્યતા છે.

ઉતરાખંડમાં ભારે વરસાદથી 190 રસ્તાઓ બંધ

સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને પર્વતીય  વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થઈ રહી છે. ત્યારે ઉત્તરાખંડમાં પણ ગત રાતે હિમવર્ષા થઈ હતી. જેથી લોકોએ પરેશાની વેઠવી પડી હતી. ઉતરાખંડમાં ભારે વરસાદથી 190 રસ્તાઓ બંધ છે. ગઢવાલ ક્ષેત્રમાં ગામડાઓ અને કસ્બામાં વીજળી સપ્લાય ઠપ થયો છે. કેટલાય ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રાજ્યમાં પાંચ હજાર ફૂટથી વધુ ઉંચાઈ વાળા વિસ્તારમાં બરફ વર્ષા થઈ છે. જેથી હાઈવે બંધ થયા છે. ઉત્તરાખંડ વિધાનસભાનું પરિસર પણ બરફથી છવાઈ ગયુ છે.

આબુમાં ઠંડીનો ચમકારો વધતા પાણી બરફમાં ફેરવાયું

રાજ્સ્થાનનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર યથાવત રહેતા ઠેર ઠેર બરફની ચાદર છવાઈ છે. આબુમાં ઠંડીનો ચમકારો વધતા પાણી બરફમાં ફેરવાયું છે. ઠંડીનો કહેર યથાવત રહેતા બે માસનું વેકેશન જાહેર કર્યું છે. માઉન્ટ આબુમાં ગત વર્ષે માયનસ ચાર ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું જે આ વર્ષે અત્યાર સુધીમાં માયનસ ત્રણ ડિગ્રી સુધી પહોંચ્યું છે. જેને પગલે જનજીવનને ભારે અસર પહોંચી છે. સહેલાણીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શાળા અને કોલેજોમાં બે માસનું લાંબુ વેકેશન જાહેર કરવમાં આવ્યું છે

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana

સ્પેશિયલ ઑફર/ ફક્ત 1,099 રૂપિયામાં કરી શકશો ફ્લાઇટમાં મુસાફરી, ફટાફટ જાણો કેવી રીતે મળશે લાભ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!