GSTV
Home » News » દેશના 6 રાજ્યોમાં હવામાન વિભાગની અતિભારે વરસાદની અાગાહી, અોરિસ્સામાં પૂર

દેશના 6 રાજ્યોમાં હવામાન વિભાગની અતિભારે વરસાદની અાગાહી, અોરિસ્સામાં પૂર

ઓડિસામાં ભારે વરાસાદ સાથે ડાયે નામનું વાવાઝોડું ત્રાટક્યુ છે. ઓડિસા ગોપાલપુર નજીકથી વાવાઝોડાએ રાજ્યમાં પ્રવેશ કર્યો છે.  વાવાઝોડાને કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. ઓડિસાની સરકારે વાવાઝોડાના કારણે ગંજમ, ગજપતિ, પુરી અને નયાગઢ જિલ્લામાં સરકારી કર્મચારીઓની રજા રદ કરી છે. હવામાન વિભાગે એલર્ટના પગલે રાજ્યના તમામ માછીમારોને આગામી  24 કલાકમાં સમુદ્ર ખેડવાથી દુર રહેવાની ચેતાવણી આપી છે. બંગાળની ખાડીમાં ડીપ ડીપ્રેશન સર્જાતા  વાવાઝોડુ  ત્રાટક્યુ છે. આ વાવાઝોડાને ડાયે નામ આપવામાં આવ્યું છે.. વાવાઝોડાના કારણે આ વિસ્તારોમાં 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો છે  ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઝારખંડ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

  • અોરિસ્સા પર ડાયે નામનું વાવાઝોડું ત્રાટક્યું
  • અોડિસાના ગજપતિ અને પૂરીમાં ભારે વરસાદ
  • રાજ્યની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ
  • 48 કલાકમાં અોરિસ્સા અને અાંધ્રપ્રદેશમાં બારે વરસાદની અાગાહી

ગુજરાત માટે ફરી ખુશખબર અાવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં વરસાદની પધરામણી થઈ છે. બંગાળમાં સરક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની હવામાન વિભાગે પણ અાગાહી કરી છે. ગરૂવારે સૌરાષ્ટ્રના શહેરોમાં વરસાદે દસ્તક દીધી હતી. જેને પગલે હવે વાતાવરણમાં પણ મોટો પલટો અાવ્યો છે. રાજ્યભરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશભરમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જેમાં ગુજરાતના અનેક સ્થળોએ આવનારા 48 કલાકમાં વરસાદ પડી શકે છે. દેશના પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો આગામી 21 થી 24 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

82 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર

ગુજરાતની વાત કરીએ તો ભારે બફારા બાદ ગુરુવારે જુનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ઝાપટાં ચાલું છે, જેમાં બિલખાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બાદલપુર, પ્રભાતપુર, શેમાંરાળા ગામોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ગીર સોમનાત તથા તાલાળાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ગીર ગઢડા અને આસપાસના વિસ્તારોમાં સતત બિજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા હતા. ચોમાસુ પૂર્ણ થવાના આરે આવ્યું અને રાજ્યમાં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પ્રવર્તી હતી. ખરીફ વાવેતર 82 લાખ હેક્ટરે પહોંચ્યું હોવાથી હાલમાં અા સ્ટેજ પર વરસાદની ખરેખર જરૂર છે. ખેડૂતોમાં અા ઝાપટાથી ફરી અાશા બંધાઈ છે.

વિસાવદર અને તાલાલા  વિસ્તારને ફાયદો

છેલ્લા ઘણાં સમયથી વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે. ત્યારે હાલ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે વિસાવદરનાં ખાંભા, પ્રેમપરા, મોણીયા, લાલપુર, વેકરીયા, મોટી મોણપરી સહિતમાં ગુરૂવારે સાંજે મેઘાએ એન્ટ્રી કરી હતી. વિસાવદરમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વિસાવદરમાં 26 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢમાં 2 મીમી, વંથલીમાં 5 મીમી નોંધાયો હતો. બીલખામાં પણ ગલીઓમાં પાણી વહેતા થયા હતા.
આ ઉપરાંત તાલાલા તાલુકાનાં પુર્વ તરફનાં માધુપુર, ધાવા, સુરવા સહિતનાં ગામોમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આંકોલવાડી, બામણાસા, હડમતીયા વિસ્તારમાં એક ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. વરસાદનાં પગલે ખેડુતોમાં ખુશી જોવા મળી હતી. ઉનાના ગીરગઢડામાં સતત બીજા દિવસે મેઘકૃપા થતા ગ્રામ્ય પંથકમાં અડધો ઈંચ પાણી પડી ગયું હતું. જ્યારે ડોળાસામાં જોરદાર વરસાદી ઝાપટું પડતાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.

Related posts

રસોડાના આ મસાલાઓ હૃદયની બીમારી માટે છે રામબાણ ઈલાજ

Arohi

22-9થી 25-9 સુધી આ બદલાવ થશે તમારા જીવનમાં, જાણો શું કહે છે ગ્રહો

Arohi

Video: બીજેપી નેતાએ… બીજેપી ઓફિસની બહાર… બીજેપીની મહિલા નેતાને લાફો ઝીંકી દીધો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!