GSTV

ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા/ દિલ્હીમાં આજે બદલાશે તાપમાન, ઘાટીમાં મોટા ભાગની જગ્યા પર શૂન્ય તાપમાન

Last Updated on December 5, 2021 by Pravin Makwana

ઉત્તરાખંડ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બર્ફ વર્ષા પડતા વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. બર્ફ વર્ષાને લઈ કાશ્મીરના મોટાભાગના વિસ્તારમાં સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. કાશ્મીરનું આ વાતાવરણ કાશ્મીર ધરતીનું સ્વર્ગ હોવાની અનુભૂતિ કરાવે છે. મોસમ વિભાગ દ્વારા 5 ડિસેમ્બરે ફરી બર્ફ વર્ષા પડવાની આગાહી વ્યક્ત કરી છે. મોસમ વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ પ્રદેશવાશીઓએ બર્ફ વર્ષાનો સામનો કરવો પડશે. જમ્મુ-કાશ્મીરમાં આગામી બે દિવસ સામાન્યથી ભારે બર્ફ વર્ષા પડવાનું અનુમાન છે.

જમ્મુ કાશ્મીરમાં પણ આગામી બે દિવસ સુધી હળવાથી ભારે માત્રામાં બરફવર્ષાનું અનુમાન લગાવ્યું છે. ઘાટીમાં મોટી ભાગની જગ્યા પર શૂન્ય તાપમાન દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સોમવાર સાંજ સુધી બરફવર્ષાનો સિલસિલો ચાલું રહેવાની આશા છે. તો વળી રવિવારે પણ હિમપાત થયો હતો.

વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે શનિવાર રાતથી હિમવર્ષા શરૂ થશે અને રવિવારે ધીમે ધીમે વધશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાશ્મીરના મેદાનોમાં હળવા (બે થી ત્રણ ઈંચ) હિમવર્ષા થઈ શકે છે, જ્યારે ઊંચા વિસ્તારોમાં મધ્યમ (છ થી સાત ઈંચ) હિમવર્ષા થવાની ધારણા છે.

જમ્મુ ક્ષેત્રના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની અપેક્ષા છે. અધિકારીઓએ જણાવ્યું કે, વરસાદને કારણે સદના ટોપ, ઝોજિલા, સિંથન ટોપ, મુગલ રોડ અને રામબન-બનિહાલ જેવા પાસ પર થોડા સમય માટે ટ્રાફિક ખોરવાઈ શકે છે. તેમજ વીજ પુરવઠો પણ પ્રભાવિત થઈ શકે છે.

તે જ સમયે, રાજધાની દિલ્હીમાં આજે એટલે કે 5 ડિસેમ્બરની સાંજે હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, રવિવારે હળવા ઝરમર ઝરમર સાથે હળવો વરસાદ વધવાની ધારણા છે. જેના કારણે આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે જેના કારણે ઠંડીમાં વધારો થશે.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!