GSTV
Gujarat Government Advertisement

48 કલાક ભારે: બંગાળની ખાડીમાં લો પ્રેશર 6 રાજ્યોમાં લાવશે ભારે વરસાદ, હવામાન વિભાગની આવી આગાહી

વરસાદ

Last Updated on June 9, 2020 by Mansi Patel

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ૪૮ કલાકમાં આ છ રાજ્યોમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ રાજ્યોમાં ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. હાલ આ છ પૈકી કેટલાક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી સમયમાં તેમા હજુ પણ વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે.

IMDએ આગાહીમાં જણાવ્યુ

ઇન્ડિયન મીટીઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી)એ પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમી રાજ્યોમાં વરસાદ વધુ પડવાની આગાહી છે. આગામી ૪૮ કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર ડેવલપ થવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.  જેને પગલે આ છ રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.  ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે જ્યારે ઓડિશા, આંધ્ર પ્રદેશના ઉત્તર ભાગમાં, તેલંગાણામાં આગામી નવથી ૧૧મી તારીખ વચ્ચે ભારેથી અતી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે ૧૦થી ૧૧ તારીખ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના વરધામાં તેમજ પશ્ચિમ બંગાળમાં પણ ભારેથી અતી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને આગામી ૪૮ કલાકમાં જ તેની શરૂઆત થઇ શકે છે.

વરસાદ

હવામાનમાં આ પલટો એક નવો રેકોર્ડ પણ બનાવી રહ્યો છે

બીજી તરફ ઉત્તરાખંડમાં સામાન્ય રીતે આ સમયે ભીષણ ગરમી પડતી હોય છે તેના બદલે ઠંડી અને વરસાદ પડી રહ્યો છે. એટલુ જ નહીં હવામાનમાં આ પલટો એક નવો રેકોર્ડ પણ બનાવી રહ્યો છે. આ બદલાવ ઉત્તરાખંડના પૂરા ભાબર-તરાઇ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો કુમાઉમાં જુનનો સરેરાશ પારો ૩૪થી દસ ડીગ્રી ઘટીને ૨૪ આસપાસ રહ્યો. જ્યારે પુરા જુન મહિનામાં જેટલો વરસાદ પડે છે તેટલો ગત એક સપ્તાહમાં જ પડી ગયો હતો.

નૈનીતાલમાં વરસાદે 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હવામાનમાં ઉલટ અંદાજ પહેલી વખત જોવા મળી રહ્યો છે. જ્યાકે નૈનીતાલમાં વરસાદ એટલો પડી રહ્યો છે કે નવ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એક જુને જ જિલ્લામાં ૬૬.૮ મિમી વરસાદ પડયો હતો. હાલ દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અને સામાન્ય રીતે જુન મહિનામાં ગરમી હોય તેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને ઠંડી પ્રસરી જવા પામી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શરમજનક: મોદીની વાહવાહી કરવામાં શૈક્ષણિક સંસ્થાઓને પણ ન છોડી, પીએમ મોદીનો આભાર માનતા બૈનરો લગાવવા યુનિવર્સિટીઓને આપ્યા આદેશ

Pravin Makwana

રૂપાણી સરકાર ભરાશે : ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન ધમધમવાની સંભાવના, થઈ રહી છે અંદરખાને બેઠકો

Dhruv Brahmbhatt

રાજકારણ: શરદ પવારની આગેવાનીમાં ભાજપને ઘેરવાનો બનાવ્યો પ્લાન, સાંજે ચાર વાગ્યે મળવાની છે આ બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!