GSTV
Home » News » હવામાન વિભાગની ઠંડી મામલે આવી આગાહી, જાણો ગુજરાતના કયા શહેરમાં કેવો છે ઠંડીનો પારો

હવામાન વિભાગની ઠંડી મામલે આવી આગાહી, જાણો ગુજરાતના કયા શહેરમાં કેવો છે ઠંડીનો પારો

“ઠંડીનું પ્રભુત્વ યથાવત્ રહેતા ગુજરાતના ૧૦ શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેમાં નલિયા ૭.૪ ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાતા ૧૨ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ૩૦.૫ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૬ ડિગ્રીનો વધારો અને ૧૨ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં -૦.૯ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી અને સરેરાશ મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડીમાં ઘટાડો અનુભવાયો હતો.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તરપૂર્વથી પૂર્વની દિશાનો પવન છે. આગામી ત્રણ દિવસ ઠંડીમાં બેથી ત્રણ ડિગ્રીનો આંશિક ઘટાડો અનુભવાઇ શકે છે. ‘

ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?

  • શહેર ઠંડી
  • નલિયા ૭.૪
  • ડીસા ૧૦.૨
  • ગાંધીનગર ૧૦.૬
  • વડોદરા ૧૦.૬
  • ભૂજ ૧૧.૧
  • મહુવા ૧૧.૧
  • વલસાડ ૧૧.૧
  • અમરેલી ૧૧.૨
  • પોરબંદર ૧૧.૬
  • દીવ ૧૧.૯
  • અમદાવાદ ૧૨.૦
  • રાજકોટ ૧૨.૦

READ ALSO :

Related posts

વડોદરામાં પ્રિયંકા ગાંધીની ધરપકડ મામલે યોગી આદીત્યનાથનું પોસ્ટર સળગાવી કોંગ્રેસનો વિરોધ

Kaushik Bavishi

આજનો દિવસ બેન્કો માટે ઐતિહાસિક, પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીએ ભર્યુ હતું આ સાહસી પગલું

Riyaz Parmar

માથા પર ટોપલું છે કે દોરડું નહી ઓળખી શકો, જાણો શા માટે ચર્ચામાં છે આ શખ્સ!

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!