GSTV
Home » News » ગુજરાતમાં 3 દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં વરસ્યો વરસાદ

ગુજરાતમાં 3 દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં વરસ્યો વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને અરબી સમુદ્ર તોફાની બન્યો છે. જેના કારણે માછીમારોને 4 દિવસ દરિયો નહીં ખેડવા હવામાન ખાતાએ તાકીદ કરી છે. દરિયામાં 18 સુધી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઇ છે. માછીમારી કરતી તમામ બોટને નજીકના બંદરે હોંચી જવાની સૂચના અપાઇ છે. આ તરફ કચ્છ તરફના દરિયામાં પણ તોફાની માહોલ સર્જાયો છે. જખૌના દરિયામાં ખરાબ વાતાવરણને કારણે એક બાર્જ ડુબ્યુ છે. જો કે સમયસરના રેસ્કયૂને કારણે 7 ક્રુ મેમ્બર ને બચાવી લેવાયા છે તો એક ક્રુ મેમ્બર લાપતા બન્યો છે. ખરાબ વાતાવરણને કારણે અનેક બાર્જ અને જહાજોમાં પાણી ભરાયા હોવાની પણ માહિતી મળી છે.

આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠા વિસ્તારમાં વાતાવરણમા પલટો આવ્યો છે. વાંસદામાં વહેલી સવારે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ગઇકાલે પડેલા વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તાપી જિલ્લામાં પણ આવો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં પણ વાદળછાયો માહોલ જોવા મળ્યો છે.

નવસારીના વાંસદા ખાતે વાદળછાયુ વાતાવરણ છે અને સવારે કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદને પગલે વાંસદા પાણી પાણી થઈ ગયુ હતુ. જોકે માવઠાના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણ આવેલા ફેરફારથી કેરીને નુક્શાનની ભીતિ છે.

તાપીના સોનગઢ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ગત રાતે વરસાદી છાંટા પડ્યા હતા. વાદળછાયુ વાતાવરણ હજુ યથાવત છે ત્યારે વરસાદી છાંટા પડવાની સંભાવના છે. અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

ડાંગના સાપુતારામાં પણ જોરદાર વરસાદ થયો છે. વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયેલા છે. વાદળોના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ત્રણ દિવસ માઠવાની શક્યતા છે.

Related posts

હાઉડી મોદી: PAK પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આતંક મુદ્દે નિર્ણાયક સમય, ટ્રમ્પનો સંપૂર્ણ સાથ

Riyaz Parmar

ઇસ્લામિક આંતક સામે લડવા માટે બન્ને દેશો તૈયાર, અમારી સરહદોની સુરક્ષા માટે કટીબદ્ધ

Riyaz Parmar

હિન્દુસ્તાની રંગમાં રંગાયુ હ્યુસ્ટન, હાઉડી મોદીમાં દેખાઈ મિની ઈન્ડિયાની ઝલક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!