ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદને કારણે લોકોના હાલ બેહાલ છે. ઋષિકેશમાં ગંગા નદી ખતરાના નિશાન પર વહી રહી છે. ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે સાથેના ઘણાં લિંક રોડ્સને પણ વરસાદ અને ભૂસ્ખલનને કારણે બંધ કરવામાં આવ્યા છે. તો હિમાચલ પ્રદેશમાં પણ સોલન અને સિરમૌર જિલ્લામાં આકાશમાંથી વરસેલી આફતને કારણે કોહરામની સ્થિતિ છે. સોલનમાં પહાડ ધસી પડવાને કારણે તબાહી સર્જાઈ છે. સિરમૌરમાં ગિરી નદીમાં ફસાયેલા આઠ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. મુશ્કેલી આમ હજી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનો પીછો છોડવાની નથી. કારણ કે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે વધુ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં અાગામી પાંચ દિવસ સુધી વરસાદ થાય તેવા કોઈ સંકેતો નથી. હવામાન વિભાગે વરસાદ વિરામ લીધો હોવાની અાગાહી કરી છે.
- ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદનો કેર
- અાગામી 24 કલાકમાં વધુ વસાદનું અેલર્ટ
- હિમાચલના સોલન, સિરમૌરમાં સ્થિતિ ખરાબ
- ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી લિંક રોડ્સ બંધ
- ઉત્તરાખંડના તમામ જિલ્લાઅોમાં ભારે વરસાદ