GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની કરી આગાહી, નદીઓમાં આવશે ઘોડાપૂર

આસામમાં ભીષણ પૂર બાદ હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૧૭ થયો જ્યારે આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી મુજબ રાજ્યના 4,620 ગામના 45 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. આસામના ચિરાંજ જિલ્લામાં પૂરની સૌથી મોટી અસર થઈ છે.

ચિરાંગના અનેક ગામોમાં જળબંબાકાર છે. આસામના રાજ્યના 33માંથી 30 જિલ્લા પૂરની ઝપટમાં આવી ચુક્યા છે. પૂરની સ્થિતિ બાદ કેન્દ્ર સરકારે પૂર પીડિતોની મદદ માટે આસામને રૂપિયા 251.55 કરોડની સહાય જાહેર કરી છે. આસામના કાઝીરંગા નેશનલ પાર્ક પાણીમાં ગકરાવ થયો છે. જ્યારે બ્રહ્મપુત્રાનદીમા જળસ્તર સતત વધી રહ્યુ છે.

બિહારમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાય

બિહાર અને આસામમાં મંગળવારે જળપ્રલય જેવી સ્થિતિને પગલે કુલ મૃતાંક 47 થયો છે જ્યારે કેરળમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતાં રેડ એલર્ટ અપાઈ છે. ઉત્તર ભારતમાં પંજાબ અને હરિયાણામાં પણ ભારે વરસાદ ચાલુ છે. નેપાળમાં ધોધમાર વરસાદ અને ત્યાંથી છોડાઈ રહેલા પાણીના કારણે બિહારમાં જળપ્રલય જેવી સ્થિતિ બેદા થઈ છે.

 બિહારના ડઝનબંધ જિલ્લાઓમાં પૂરથી 25 લાખથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે અત્યાર સુધીમાં 34 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરથી મધુબની, સીતામઢી, શિવહર, પૂર્વીય ચંપારણ અને દરભંગામાં સૌથી વધુ અસર થઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે કેરળના છ જિલ્લાઓમાં આગામી 24 ક્લાકમાં 204 મીમી વરસાદ ખાબકી શકે છે. 

બિહારના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં અરરિયા, કિશનગંજ, સુપૌલ, દરભંગા, શિવહર, સીતામઢી, પૂર્વી ચંપારણ, મધુબની, મુઝફ્ફરપુર, પૂર્ણિયા અને સહરસા જિલ્લાનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે સતત બીજા દિવસે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. દરમિયાન આસામના કાઝિરંગા નેશનલ પાર્કમાં પણ પૂરના પાણી ઘૂસ્યા છે, જેથી પ્રાણીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. કેટલીક જગ્યાએ હરણ સહિતના પ્રાણીઓ તણાતા દેખાયા હતા. 

READ ALSO

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

ખુશખબર: દેશમાં કોરોનાથી રિકવરી રેટ 60 ટકાથી વધુ, અમુક રાજ્યોમાં તો આનાથી પણ વધુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!