GSTV
Home » News » સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયું માવઠું, હવામાન વિભાગની આ છે નવી આગાહી

સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયું માવઠું, હવામાન વિભાગની આ છે નવી આગાહી

તો ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ કેટલાક સ્થળોએ માવઠું પણ થયું છે. શિયાળામાં વરસી રહેલા આ કમોસમી વરસાદ ઉત્તર-પશ્ચિમ ભારત પરથી પસાર થઇ રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આભારી છે. જેના કારણે ઇરાન તરફથી આવતા ભેજવાળા પવનનોના કારણે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે. જો કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે આગામી 24થી 36 કલાક સુધી હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તેમજ માવઠું થવાની સંભાવના છે. જો કે 48 કલાક બાદ હવામાનમાં સુધારો જોવા મળશે. માવઠાની સાથે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ પવન પણ ફુંકાઇ શકે છે.

દિલ્હી હવામાન વિભાગે કરી હતી આગાહી

ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ક્યારે પલ્ટો આવી જાય તે કહી શકાય નહીં. ગઈકાલે જ રાજધાની દિલ્હીમાં ઠંડીની મૌસમમાં ગરમી પડી હતી. મહત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયલ નોંધાયું હતું. ગત્ત 12 વર્ષમાં પહેલીવાર અને 27 વર્ષમાં બીજી વાર આવું બન્યું છે જ્યારે જાન્યુઆરીમાં આટલું મહત્તમ તાપમાન જોવા મળ્યું હોય. શનિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયલ નોંધવામાં આવ્યું હતું. 27 જાન્યુઆરી 2007ના રોજ દિલ્હીમાં 29 ડિગ્રી સેલિસ્યસ, 28 જાન્યુઆરી 1994ના રોજ 28.3 ડિગ્રી સેલ્સિયસ અને 30 જાન્યુઆરી 2014ના રોજ 28 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

આઈએમડીના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 21-22 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાનું અનુમાન સેવવામાં આવે છે. આજે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને બરફમારી થઈ હતી. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે 24 કલાકમાં મંગળવારે ભારે વરસાદની આગાહી સેવવામાં આવી રહી છે. ભારે બરફ વર્ષાના કારણે જમ્મુ કાશ્મીરનો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. વરસાદ બાદ તાપમાન પણ લઘુતમ રહ્યું હતું. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 0.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. પહલગામમાં શૂન્યથી 0.2 ડિગ્રી સેલ્સિયસ નીચે અને ગૂલમર્ગમાં શૂન્યથી ચાર ડિગ્રી નીચે તાપમાન નોંધવામાં આવ્યું હતું. જ્યારે લેહમાં લઘુતમ તાપમાન શૂન્યથી 5.6 ડિગ્રી નીચે અને કારગિલમાં શૂન્યથી 14 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.

શિયાળામાં ચોમાસુ કેમ ?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉતર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને જમીન વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના સેવવામાં આવી હતી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પાકિસ્તાનના સિંધ સુધી થવાની હોય લાગુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ૫૦ ટકા છૂટા છવાયા છાંટા પડવાની સંભાવના સેવવામાં આવી હતી. જયારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૧મીના સોમવારે ઝાંકળવર્ષાની સંભાવના સેવાઈ હતી. ત્યારે સોમવારથી મહતમ તાપમાન નીચું આવી જતા અને ન્યૂનતમ તાપમાન 23મી તારીખથી ફરી ઘટવા માંડશે. 24 અને 25 જાન્યુઆરી દરમિયાન હાલ કરતા ત્રણેક ડીગ્રી નીચું આવી જશે. આમ ફરી ઠંડીનો અહેસાસ થશે.

છેલ્લા બે દિવસથી ઠંડી ગાયબ થઇ ગઇ છે. જેમકે રાજકોટમાં ગઇકાલે મહતમ તાપમાન ૩૩.૬ ડિગ્રી નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ, અમદાવાદ ૩૦.૬ ડીગ્રી, નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ, તેવી જ રીતે ન્યૂનતમ તાપમાન રાજકોટમાં ૧૪.૬ ડિગ્રી નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ, અમરેલી ૧૨.૬ નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથે સાયકલોનિક સરકયુલેશનની અસર નોર્થ પાકિસ્તાન અને પશ્ચિમ ભારતમાં કાલથી દેખાવા લાગશે. જેના લીધે પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને જમીની વિસ્તારોમાં વરસાદ થશે. જમ્મુ કાશ્મીરમાં તા.૧૯ થી ૨૨ તેમજ બાકીના સમગ્ર ઉત્તર ભારતમાં અસર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, એમ.પી. લાગુ દેખાશે.

દર વર્ષે આ વિસ્તારોમાં શિયાળુ વરસાદ ફાયદારૂપ હોય છે

સામાન્ય રીતે ઉકત વિસ્તારો માટે માવઠું નથી કહેવાતું દર વર્ષે આ વિસ્તારોમાં શિયાળુ વરસાદ ફાયદારૂપ હોય છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પાકિસ્તાનમાં સિંધ સુધી થવાની હોય કચ્છ અને સૌરાષ્ટ્રમાં ૫૦% છાંટાછૂટીની સંભાવના છે. જયારે તા. ૨૦મીથી એટલે કે રવિવારથી સૌરાષ્ટ્ર – કચ્છમાં પશ્ચિમી પવન ફૂંકાવાના ચાલુ થઈ જશે. ભેજનું પ્રમાણ વધશે. પશ્ચિમી પવન ફૂંકાવવાના લીધે ૨૧મીના સોમવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઝાકળની શકયતા છે. આ પશ્ચિમી પવનો ૨૨મીના સવાર સુધી રહેશે. ૨૧મીથી મહત્તમ તાપમાન ફરી નીચું આવતું જશે. જે ૩ થી ૪ ડિગ્રી નીચું આવી જશે. ૨૩મીથી ફરી ન્યુનતમ તાપમાનમાં ઘટાડો આવશે.

Related posts

પિતા સાથે કરી હતી 45 રૂપિયાના બકરાની કરી હતી ચોરી, 41 વર્ષે પડ્યું મોંઘુ

GSTV Desk

નદીના ધસમસતા પ્રવાહમાં મોત સામે લડી રહ્યો હતો વ્યક્તિ, ડ્રોન કેમેરાએ આપ્યું જીવનદાન

Nilesh Jethva

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!