GSTV
Home » News » દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ, આ તારીખ સુધી ગરમી રહેશે યથાવત

દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ, આ તારીખ સુધી ગરમી રહેશે યથાવત

દેશના અનેક રાજ્યો પ્રચંડ ગરમીના ઝપેટમાં છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ ગરમી ચાલુ રહેવાની સંભાવના દર્શાવી છે. હજુ ઘણા રાજ્યોમાં પાંચ જુન સુધી લોકોએ આકરી ગરમી સહન કરવી પડશે.

ઉત્તર ભારત હોય કે મધ્ય ભારત કે પછી હોય છેક દક્ષિણ ભારતના વિસ્તાર, દેશના મોટા ભાગના ક્ષેત્રો ગરમ પવનના સકંજામાં છે.. દેશમાં અનેક વિસ્તારો ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે. અને પારો અનેક દાયકાઓનો રેકોર્ડ તોડી રહ્યો છે..ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં પણ પારો કોહરામ મચાવી રહ્યો છે. ઠંડા ગણાતા પહાડી રાજ્યોમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો કે હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે હજુ 5 જૂન સુધી દેશના ઘણા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.

હવામાન વિભાગે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વિદર્ભ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ આકરી ગરમીનું એલર્ટ આપ્યું છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ત્રણ જૂન સુધી ગરમીમાંથી કોઇ રાહત નહીં મળે. જ્યારે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, વિદર્ભ સહિત ઘણા વિસ્તારોમાં પાંચ જૂન સુધી ગરમી યથાવત રહેશે.

READ ALSO

Related posts

પાર્સલ બ્લાસ્ટ : ઉત્તર પ્રદેશથી પાર્સલ અમદાવાદ પરત આવી ગયું ત્યાં સુધી પોસ્ટ ઓફિસના અધિકારીઓ અજાણ

Nilesh Jethva

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah

ચંદ્રયાન-2 બાદ હવે આ છે ISROનો આગળનો મોટો પ્લાન, શરૂ થઈ ગઈ છે તૈયારીઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!