અસામ અને વેસ્ટ બંગાલ ખાતે વરસાદનો ઓછો પડવાની શક્યતાએ દેશમાં ચાના ઉત્પાદનમાં રપ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. ઈન્ડિયન ટી એસોસિએશનના ચેરમેન આઝમ મોનેમએ જણાવ્યુ કે, અસામ અને પશ્રિમ બંગાળ ખાતે વાતાવરણ ખૂબ જ ડ્રાઈ હોવાથી ચાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા છે. મે મહિનાના બીજા સપ્તાહથી હવામાનની સ્થિતિ આવી જ છે હવે તાત્કાલિક ધોરણે વરસાદની જરૂર છે.
હવામાનની આવી સ્થિતિને કારણે પાકના ઉત્પાદનમાં ર૦થી ૩૦ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. ગત મહિને અસામ ખાતે ૬રપ.૩ લાખ કિલો ચાનું ઉત્પાદન થયુ હતુ જ્યારે વેસ્ટ બંગાલ ખાતે ૩૩૧.૭ લાખ કિલો ચાનું ઉત્પાદન થયુ હતું. મે ર૦૧૭માં ચાનું ઉત્પાદન ૧ર૩પ.૧ લાખ કિલો થવાની શક્યતા છે. સારી ગુણવત્તા વાળી ચાના ભાવમાં ૧૦થી ૧પ ટકાનો વધારો થયો છે જો કે, મીડિયમ ક્વોલિટીના ચાના ભાવ ફ્લેટ છે. ર૦૧૭માં દેશની અંદર ચાનું ઉત્પાદન ૧૩ર૧૭.૬ લાખ કિલો થયુ હતું જેમાં નાના ઉત્પાદકોને ૪૭ ટકા હિસ્સો હોવાનું માનવામાં આવે છે.
અસામ અને વેસ્ટ બંગાલમાં નાના ચાના ઉત્પાદકો દ્વારા પ૦૬૯.૮ લાખ કિલો ચાનું ઉત્પાદન થયુ હતુ જ્યારે ઓર્ગેનાઈઝડ ઉત્પાદન દ્વારા પ૮૦૧.૩ લાખ કિલો ચાનું ઉત્પાદન થયુ હતું. સાઉથ ઈન્ડિયામાં ૧ર૧૪ લાખ કિલો ચાનું ઉત્પાદન થયુ હતુ જેમાં નાના ઉત્પાદકો દ્વારા ૧૧૩.રપ કિલો ચાનું ઉત્પાદન થયુ હતું.
કલકત્તા ટી ટ્રેડર્સ એસોસિએશનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, અત્યારે બજારમાં મધ્યમ અને નીચી ક્વોલિટીની ચાની આવકો વધારે થઈ રહી છે જેના કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આશા છે કે આગામી સમયમાં હવામાનમાં સુધારો થશે જના કારણે સ્થાનિક માર્કેટને તેની અસર ઓછી થઈ શકે. ચાની નિકાસ સામાન્ય રીતે જૂનથી થતી હોય છે. અત્યાર સુધી ભારતે પાકિસ્તાન અને વેસ્ટ એશિયાના દેશોને ખુબજ ઓછી માત્રામાં ચાની નિકાસ કરી છે. ર૦૧૭માં ભારતે રપ૧૯.૧ લાખ કિલો ચાની નિકાસ કરી હતી.