GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 72 કલાકમાં આ સ્થળોએ બદલાશે હવામાન

ચોમાસુ હવે તેની અસર દેખાડી રહ્યું છે. મુંબઈ અને ગુજરાતમાં ચામાસાની ભારે વરસાદથી શરૂઆત થઈ ચુકી છે. તેની સાથે જ મધ્ય અને ઉત્તર ભારતના રાજ્યોમાં પણ વરસાદ થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે, દેશના 20થી વધારે રાજ્યોમાં શનિવારે ભારે વરસાદ થઈ શકે છે. તેની સાથે જ બિહાર અને ઝારખંડમાં આકાશી વિજળીના કહેરની આશંકા સેવાઈ રહી છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આવનારા કેટલાક દિવસો સુધી મોટાભાગના રાજ્યોના તમામ શહેરોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદનું પુર્વાનુમાન કરવામાં આવ્યું છે.

આટલા રાજ્યોને અપાયું એલર્ટ

વિભાગ દ્વારા કોંકણ, ગોવા, ઉપહિમાલયી, પશ્વિમ બંગાળ, સિક્કિમ, મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વી મધ્ય પ્રદેશ, બિહાર, અસમ, મેઘાલય, તટીય આંધ્રપ્રદેશ-યનમ, તટીય કર્ણાટક, ગુજરાત ક્ષેત્ર, ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. તે સીવાય વિદર્ભ, છત્તીસગઢ, ઓડીશા, અંડમાન નિકોબાર દ્વિપ સમુહ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગણા, પશ્વિમ ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન,પશ્વિમ મધ્ય પ્રદેશ, ઝારખંડ, પંજાબ, હરિયાણા અને ચંડીગઢ દિલ્હીમાં પણ ભારે વરસાદનું એલર્ટ કરી દેવાયું છે.

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!