GSTV

કાળા વસ્ત્રો પહેરવા તો દૂર ખિસ્સામાં કાળું કપડું કે કાળો રૂમાલ હશે તો પણ પ્રવેશ આપવામાં નહીં આવે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે ગાંધી આશ્રમનો છેલ્લી ઘડીએ ઉમેરો કરાતાંએરપોર્ટથી સ્ટેડિયમ સુધી 22 કિલો મીટરનો મેગા રોડ-શો યથાવત રાખયો છે, રૂટમાં વધારો કરાતા પોલીસની દોડધામ વધી ગઇ છે. સમગ્ર રૂટ ઉપર અર્ધ લશ્કરી દળ સહિત 25,000 પોલીસની થ્રી-લેયર સુરક્ષા પુરી પડાશે. રોડ -શોના રૂટ પર 28 સ્ટેજ પર બંગાળી નૃત્ય ગુજરાતી રાસ-ગરબા સહિત ભારતીય સંસ્કૃતિની વિરાસતના દર્શન કરાવાશે જેને જોવા લોકો ઉમટી પડશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાના જણાવ્યા મુજબ તા. 24મીએ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતમાં આજે ગાંધી આશ્રમનો ઉમેરા કરવામાં આવ્યો છે. સોમવારે સવારે 11.30 વાગે ટ્રમ્પનું એરપોર્ટ પર આગમન થશે, જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ ટ્રમ્પ અને વિદેશી મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે.

ત્યારબાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ- મોટેરા સ્ટેડિયમ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 22 કિલો મીટેરનો મેગા રોડ -શો યોજાશે. રોડ શો દરમિયાન એર્ધ લશ્કરી દળ અને 33 આઇપીએસ અધિકારીઓ સહિત 25,000 પોલીસનો સુરક્ષા બંદોબસ્ત પુરો પાડવામાં આવશે. ટ્રમ્પ અને મોદીનું અભિવાદન જીલવા માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ તેમજ મોટેરા સ્ટેડિયમ સુધીના માર્ગ પર રોડની બન્ને સાઇડ શાળાના વિદ્યાર્થીઓ સહિત હજારો ગુજરાતીઓ ટ્રમ્પ સહિતના વિદેશી મહાનુભાવોને મહેમાનગતિનો આસ્વાદ પીરસશે.

રોડ ઉપર 28 સ્ટેજ પર ગુજરાતી ઠાઠમાં રાસ-ગરબા, બેન્ડ વાઝા સહિત રાજયની કલાકારો વિવિધ નૃત્ય રજુ કરશે. ટ્રમ્પ અમદાવાદ ગાંધી આશ્રમમાં હાજરી આપ્યા બાદ મોટેરા સ્ટડિયમમાં પહોચશે જ્યાંરંગારંગ કાર્યક્રમોમાં ભાગ લેશે જ્યાંથી સાંજે વિમાન માર્ગે રવાના દિલ્હી જવા રવાના થશે. આજે એરપોર્ટથી ગાંધી આશ્રમ અને સ્ટેડિયમ સુધીના માર્ગ પર અમેરિકાની સિક્રેટ એજન્સીના જવાનો તથા એનએસજી, એસપીજી કમાન્ડો તથા આરએએફ તેમજ એસઆરપી જવાનો સહિત 100 ગાડીના કાફલા સાથે સમગ્ર રોડ-શો રૂટનું ગ્રાન્ડ રિહર્લ કરવામાં આવ્યું કર્યું હતું. જો કે 9 કિલો મીટરના બદલે 22 કિલો મીટર સુધીના રૂટને લઇને પોલીસની દોડધામ વધી જવા પામી હતી. છેલ્લી ઘડીએ ગાંધી આશ્રમમા સુરક્ષા સહીતની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

ખિસ્સામાં કાળું કપડું કે કાળો રૂમાલ હશે તો સ્ટેડિયમ અને રોડ શોમાં ‘નો એન્ટ્રી’

ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શો કે ‘નમસ્તે ટ્રમ્પ’ માં ભાગ લેવાનું વિચારી રહ્યા હોવ તો કાળા વસ્ત્રો પહેરવા તો દૂર ખિસ્સામાં કાળું કપડું કે કાળો રૂમાલ હશે તો પણ પ્રવેશ આપવામાં નહીં આવે. હાલમાં સરકાર વિવિધ આંદોલનોથી ઘેરાયેલી છે. તેવામાં આંદોલન સાથે સંકળાયેલી કોઇ વ્યક્તિ કાળા વસ્ત્રનો વાવટો ફરકાવી વિરોધ નોંધાવે નહીં તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોડ શોમાં પણ કોઇ પાસે કાળા રંગનું કોઇ વસ્ત્ર નથી તેની આઇબી દ્વારા ખાસ વોચ રખાશે.

મોટેરા, એરપોર્ટ વિસ્તાર રવિવારે ફરવાના ‘હોટ સ્પોટ’

રવિવારની રજામાં અમદાવાદીઓ સામાન્ય રીતે લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ, એસજી હાઇવે, સીજી રોડમાં સહેલ કરવા જતા હોય છે. પરંતુ રવિવારે સાંજે મોટી સંખ્યામાં અમદાવાદીઓ તંત્ર દ્વારા ચકચકીત કરાયેલા મોટેરા વિસ્તાર અને એરપોર્ટ વિસ્તારમાં રવિવારે સાંજે ફરવા માટે ઉપડયા હતા. આ સમગ્ર વિસ્તારની માત્ર ગણતરીના દિવસોમાં કાયાપલટ થયેલી જોઇ લોકોમાં એક જ ચર્ચા હતી કે તંત્રની ઇચ્છાશક્તિ હોય તો તે કંઇ પણ કરી શકે છે.

READ ALSO

Related posts

પંચમહાલ/ મોરવા હડફ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું નિધન, છેલ્લા 6 મહિનાથી હતા બિમાર

pratik shah

ભાજપમાં ડખા/ ગોડફાધરની મદદથી પ્રદેશ મહામંત્રી બની ગયા પણ આશીર્વાદ લેવા જતાં દિગ્ગજ નેતાએ ઠપકાર્યા, ચાપલૂસી ભારે પડી

Pritesh Mehta

KBC-12,શૉનો આજે છેલ્લો એપિસોડ, કારગિલ હીરોઝ વધારશે આજના એપિસોડની શાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!