GSTV

ગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ કપડામાં પહેરી શકાય તેવું બનાવ્યું છે પોકેટ AC

ગરમીથી રાહત મેળવવા આપણે શું નથી કરતા. કદાચ તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે આપણી ઇચ્છા હોય કે જ્યાં પણ જઈએ ત્યાં આપણી સાથે એસી લઈ જઈ શકીએ. કપડાંની જેમ એસી પહેરવાનું તમે ભાગ્યે જ વિચાર્યું હશે પણ SONY એ તે સાકાર કર્યું છે. SONY ના વેરેબલ એર કંડિશનર Reon Pocket નું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. ગયા ઉનાળામાં કંપનીએ તેની જાહેરાત પણ કરી હતી. સોનીની આ વિયરેલબલ રીઓન પોકેટ એસીની કિંમત 13,000 જાપાનીઝ યેન રખાઈ છે, જે ભારતમાં લગભગ 9,000 રૂપિયા આસપાસ હોય છે. હાલની સ્થિતિએ આ વેરીએબલ એસી ફક્ત જાપાનમાં જ ખરીદી શકાય છે અને ખરીદદારો તેને શોપિંગ સાઇટ એમેઝોન ઉપરાંત સોનીના ઓનલાઇન સ્ટોરથી પણ ખરીદી શકશે. કદમાં ખૂબ નાનું, આ એસી તમને ઉનાળામાં પણ ઠંડુ રાખશે.

મોબાઈલ એપ્લિકેશનથી થઈ શકશે પોકેટ એસી

વેરીએબલ એર કંડિશનરની સાઈઝ એપલ મૈજિક માઉસની સાઈઝનું છે. અને સરળતાથી તે કોઈની હથેળીમાં સમાઈ શકે છે. ખૂબજ નાનું હોવાને કારણે તેને કોઈપણ પોતાના પોકેટમાં રાખી શકે છે. તે પણ ખાસ રચાયેલ ટી-શર્ટની પાછળ પહેરી શકાય છે, જે સફેદ અને બીજા રંગમાં આવે છે. આ એસી ગરમીની વખતે પણ બોડીને ઠંડું રાખવા માટે પેલ્ટિયરનો ઉપોયગ કરે છે. એસીમાં એક ખૂબ જ નાનો પંખો છે. જે એને પહેરનારના કપડાથી ગરમ હવાને બહાર નીકાળી દે છે. જો કે, આ એસીની મદદથી પહેરનારનો ચહેરાને ભાગ્યે જ ઠંડક મળી શકે છે. આ એસીને સ્માર્ટફોન એપ્લિકેશન સાથે જોડી શકાય છે, જે Android અને iOS બંને માટે ઉપલબ્ધ છે. એપ્લિકેશનની મદદથી એસીનું તાપમાન પણ એડજસ્ટ કરી શકાય છે. તેમજ ઓટોમેટિક મોડ પણ સિલેક્ટ કરી શકાય છે.

2 કલાકમાં બેટરી ચાર્જ કર્યા પછી 4 કલાક સુધી ઠંડક આપી શકે

કંપનીના જણાવ્યા અનુસાર સોનીની નાની એસીની બેટરી સિંગલ ચાર્જિંગ પર બેથી ચાર કલાકનો બેકઅપ આપી શકે છે. શૂન્યથી સંપૂર્ણ ચાર્જ થવા માટે લગભગ બે કલાકનો સમય લાગે છે. ખાસ વાત એ છે કે Reon Pocket નો ઉપયોગ ઠંડીમાં હીટર તરીકે પણ થઈ શકે છે અને તે પહેરનારના શરીરને ગરમ રાખવાનું કામ પણ કરી શકે છે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!