GSTV

કોરોનાકાળમાં પણ ચીની અબજોપતિઓની લખલૂટ સંપત્તિ વધી : જેક માએ દબદબો જાળવ્યો, નથી પડ્યો કોઈ ફટકો

કોરોના વાયરસ રોગચાળા વચ્ચે ચીનના સૌથી ધનિક ઉદ્યોગપતિ જેક માની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. ઇ-કોમર્સ જાયન્ટ અલીબાબાના સ્થાપક જૈક મા આ વર્ષે ચીનના સૌથી ધનિક ઉદ્યોગપતિ પણ હતા. મંગળવારે બહાર પાડવામાં આવેલા એક સર્વેમાં જણાવ્યું છે કે, રોગચાળા દરમિયાન ઓનલાઇન ખરીદી અને અન્ય સેવાઓની માંગના પગલે ઇન્ટરનેટથી જોડાયેલા ઉદ્યમીઓની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે.

અબજોપતિઓની યાદી તૈયાર કરે

હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જૈક માની સંપત્તિ આ વર્ષે 2019ની તુલનાએ 45 ટકા વધીને 58.8 અબજે પહોંચી છે. હુરુન વિશ્વના વિવિધ દેશોના અબજોપતિઓની યાદી તૈયાર કરે છે. સર્વેક્ષણ અનુસાર લોકપ્રિય વીચેટ મેસેજિંગ સેવાનું સંચાલન કરનાર ટેનસેન્ટના સ્થાપક હુઆતેંગ 57.4 અબજ ડૉલરની સંપત્તિ સાથે બીજા ક્રમાંકે છે.

સંપત્તિમાં ઓછામાં ઓછી 1 અબજ ડોલર

ગત્ વર્ષની તુલનામાં તેમની સંપત્તિમાં 50 ટકાનો વધારો થયો છે. બોટલબંધ વોટર બ્રાન્ડ નોંગફૂ સ્પ્રિંગના અધ્યક્ષ ઝોંગ શાનશાન 53.7 અબજ ડૉલરની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા ક્રમાંકે છે. હુરુન સ્થાપક રુપર્ટ હુગ્વેર્ફે જણાવ્યું કે, શેરની કિંમતમાં વધારાથી ગત વર્ષની તુલનાએ આ વર્ષે પ્રત્યેક સપ્તાહે સરેરાશ પાંચ એવા ચીની ઉદ્યોગપતિઓ સામે આવ્યા છે, જેમની સંપત્તિમાં ઓછામાં ઓછી 1 અબજ ડોલર છે.

READ ALSO

Related posts

મણિનગરની ખાનગી સ્કૂલની બેદરકાર સામે આવી, વાલીઓની ભીડ જોવા મળી શાળા પર

pratik shah

લાલદરવાજા વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ: જાગૃતતા ક્યારે આવશે

pratik shah

અમદાવાદ/ કોરોનાના ટેસ્ટ માટે વહેલી સવારથી લાઈનમાં, પરિસ્થિતિ દિવસેને દિવસે બની રહી છે ભયાવહ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!