ગરીબી નાબુદી માટે કામ કરતી સંસ્થા ઓક્સફેમએ કહ્યું છે કે કોરોના વાયરસ મહામારીને લઇ લગાવવામાં આવેલ લોકડાઉન દરમિયાન ભારતીય અરબપતિઓની સંપત્તિ 35% વધી ગઈ, જયારે આ દરમિયાન કરોડો લોકો માટે આજીવિકાનું સંકટ ઉભું થઇ ગયું.
1930 પછી સૌથી મોટું આર્થિક સંકટ

ઓક્સફેમની રિપોર્ટ મુજબ, ‘ઇનઇક્વાલિટી વાયરસ’માં કહ્યું છે કે, માર્ચ 2020 પછીના સમયગાળામાં ભારતમાં 100 અરબપતિઓની સંપત્તિમાં 12,97,822 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ. એટલી રાશિનું વિતરણ જો દેશના 13.8 કરોડ ગરીબ લોકોમાં કરવામાં આવે તો પ્રત્યેકને 94,045 રૂપિયા આપી શકાય. રિપોર્ટ મુજબ કોરોના વાયરસ મહામારી ગયા સો વર્ષોમાં સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ છે અને એને લઇ 1930ની મહામંદી પછી સૌથી મોટું આર્થિક સંકટ ઉભું થયું.
સૌથી મોટા આર્થિક સંકટમાં ધનીઓએ બનાવી સંપત્તિ

ઓક્સફેમના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ બેહરે કહ્યું, આ રિપોર્ટથી સ્પષ્ટ ખબર પડે છે કે અન્યાયપૂર્ણ આર્થિક વ્યવસ્થાથી કેવી રીતે સૌથી મોટા આર્થિક સંકટ દરમિયાન ધની લોકોએ ઘણી આર્થિક સંપત્તિ બનાવ, જયારે કરોડો લોકો ઘણી મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે.
રિપોર્ટ મુજબ 32 ગ્લોબલ કંપનીઓએ આ મહામારી દરમિયાન લાભ કમાયો છે અને એના પર જો અસ્થાઈ ટેક્સ લગાડવામાં આવે સી તો 104 બિલિયન ડોલર મળી શકે છે જે દુનિયામાં નિમ્ન અને મધ્ય આવક વાળા લોકો, બેરોજગારો અને બાળકોને મદદ કરી શકે છે. ઓક્સફેમ ઇન્ટરનેશનલના કરકરી નિર્દેશક ગેબ્રિઅલ બૂચરે કહ્યું, અમીર અને ગરીબ વચ્ચે લાબું વિભાજન વાયરસના રૂપમાં ઘાતક સાબિત થઇ રહ્યું છે.
Read Also
- તાલુકા પંચાયત રિઝલ્ટ/ દક્ષિણમાં પણ ભાજપનો વેવઃ વલસાડમાં 31માંથી 29માં ભાજપે ભગવો લહેરાવ્યો
- LIVE: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો
- વિક્રમ માડમના ઉત્તરાધિકારી પુત્ર દ્વારકામાં ચૂંટણી હાર્યા તો સાબરકાંઠામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય પુત્રને ન જીતાડી શક્યા
- નગર પાલિકા રિઝલ્ટ/ પાલિકાના પરિણામમાં ભાજપ લીડમાં ,હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસના ભૂંડા હાલ
- જીતનો નશો/ પક્ષોના કાર્યકરો ભૂલ્યા ગાઈડલાઈન : ઢોલના તાલે નાચ્યા અને નોટો ઉછાળીને કરી ઉજવણી, 500-500ની નોટો ઉડી!