GSTV

રશિયાએ પરમાણુનીતિમાં કર્યો મોટો ફેરફાર, કહ્યું: મિસાઈલ હુમલાનો જવાબ પરમાણુ હુમલાથી આપશું”

રશિયાએ તેની પરમાણુ નીતિમાં મોટા ફેરફારની જાહેરાત કરતાં જણાવ્યું છે કે તેના ઉપર કોઈ દેશ કોઈ પણ બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરશે તો તે તેનો જવાબ પરમાણુ હુમલાથી આપી શકે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે પરમાણુ હુમલો કરવાની શરતોમાં થયેલા સંશોધનની માહિતી આપતા કહ્યું કે કોઈપણ હુમલાખોર મિસાઈલને પરમાણુ હિથયારોથી સજ્જ મિસાઈલ માનવામાં આવશે.

રશિયા

સંરક્ષણ મંત્રાલયના અખબારમાં ઉલ્લેખ

રશિયાના સંરક્ષણ મંત્રાલયના અખબાર રેડ સ્ટારે ટોપ મિલિટ્રી સાયન્ટિસ્ટ એલેક્ઝાન્ડર ખારાપિન અને રશિયાના જનરલ સ્ટાફ સભ્ય એન્ડ્રી સ્ટર્લિનને ટાંકીને લખ્યું કે કોઈપણ ઓટોમિક મિસાઈલથી થયેલા હુમલાના સંદર્ભમાં દેશનું ટોચનું નેતૃત્વ પરિસ્થિતિને આધારે ન્યુક્લિયર ફોર્સની પ્રતિક્રિયાના માપદંડ નક્કી કરશે.

મિસાઈલ પરમાણુ હથિયારોથી  સજ્જ

તેમણે ઉમેર્યું કે રશિયા મિસાઈલ હુમલાને ડિટેકટ કરવાની ચેતવણી સિસ્ટમ લોન્ચ કરાયેલું મિસાઈલ પરમાણુ હથિયારોથી સજ્જ છે કે નહીં તે નક્કી કરી શકશે નહીં. એવામાં સૌથી ખરાબ સ્થિતિ અંગે વિચારીને પરમાણુ હુમલો કરવાનો નિર્ણય લેવાઈ શકે છે, કારણ કે તે મિસાઈલ પરમાણુ હથિયારોથી સજ્જ હશે તો અમે પ્રતિક્રિયા આપવામાં ચૂક કરી શકીએ છીએ.

રશિયા

અમેરિકાએ અટકાવી પરમાણુ સંધિ

અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ હથિયારો ઘટાડવાની સમજૂતી 5મી ફેબ્રુઆરી 2021ના રોજ ખતમ થવાની છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજૂતીની તારીખ આગળ વધારવાનો ઈનકાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે આ સમજૂતી રશિયાની તરફેણમાં છે.

ઓપન શકાય સંધિનો પણ અંત

આ સંધિ રણનીતિક પરમાણુ વોરહેડ્સની સંખ્યા મર્યાદિત કરે છે અને બંને દેશને એક બીજાનું નિરિક્ષણ કરવાની મંજૂરી આપે છે એવામાં આ સમજૂતીને ખતમ કરવાથી બંને દેશ વચ્ચે ફરીથી હિથયારોની સ્પર્ધા શરૂ થઈ શકે છે. અમેરિકા અને રશિયા ઓપન સ્કાય સંધિ પણ ખતમ કરી રહ્યા છે.

MUST READ:

Related posts

બેરોજગારોનો વિરોધ મોદીના જન્મદિવસની ઉજવણીને કલંકીત કરી ગયો, મોદી કરતાં 8 ગણો વધારે મળ્યો રિસ્પોન્સ

Ankita Trada

મોદીની ટીકાઓ કરવી હવે પડી ભારે, ભાજપના શાસનમાં જ ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શૌરી સામે નોંધાયો કેસ

Bansari

શિવરાજના ભાષણમાં મંત્રી એવા ઊઘ્યાં કે આખરે થાકીને કલેક્ટરે ઉઠાડવા પડ્યા, લોકોએ કહ્યું ઉંઘ્યા નહોતા સમાધીમાં ગયા હતા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!