GSTV

રાજા-મહારાજાઓના દિવસો ગયા : અમે વિધાનસભામાં સાબિત કરી દઈશું ફ્લોર ટેસ્ટ, સોનિયા સક્રિય

Last Updated on March 11, 2020 by Karan

રાજા- મહારાજાઓના દિવસો ગયા હોવાનું માનનારી કોગ્રેસે બાકીના ધારાસભ્યો તેમજ અપક્ષ ધારાસભ્યો સાથે સવારે મહત્વની બેઠક યોજી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ પણ સીએમ કમલનાથ તેમની પાસે પૂરતું સંખ્યાબળ હોવાનો દાવો કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ આજે મક્કમ છે. જેઓને ભરોસો છે કે, સિંધિયા સાથે ગયેલા ધારાસભ્યો પણ અમને ટેકો જાહેર કરશે. સરકાર અમારી 2023 સુધી ચાલશે તેવો દાવો કોંગ્રેસના ધારાસભ્યો કરી રહ્યાં છે. મધ્ય પ્રદેશના ચાર અપક્ષ ધારાસભ્યોએ પણ કમલનાથ સાથે મુલાકાત કરતા અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસને જ ટેકો આપશે તેમ મનાઇ રહ્યું છે. મધ્યપ્રદેશમાં ખુરશી માટે ઘમાસાણ જંગ લડાઈ રહી છે. એક તરફ મધ્યપ્રદેશના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે ત્યાં બીજી તરફ હવે સોનિયા ગાંધીએ કમલનાથની ખુરશી બચાવવા કેટલાક નેતાઓને જવાબદારી સોંપી છે.

મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન, બાલા બચ્ચને જણાવ્યું છે કે, કોંગ્રેસ સલામત અને મજબૂત સ્થિતિમાં છે. દરેક જણ મુખ્યમંત્રીના સંપર્કમાં છે, ટૂંક સમયમાં બધું ઠીક થઈ જશે. અમે વિધાનસભામાં પર બહુમતી સાબિત કરીશું અને અમારી સરકાર 2023 સુધી ચાલુ રહેશે.

મધ્ય પ્રદેશના કોંગ્રેસના નેતા શોભા ઓઝાએ જણાવ્યું છે કે 4 અપક્ષ ધારાસભ્યો અમારી સાથે જ છે. જે સિંઘિયાજી સાથે ગયા છે તેઓ પણ અમારી સાથે છે. એક વ્યક્તિની મહત્વાકાંક્ષા માટે એમનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. અમારી પાસે નંબર છે. જે અમે વિઘાનસભામાં સાબિત કરી દઈશું. નંબરની કોઈ કમી નથી. ભાજપના ધારાસભ્યો પણ અમારા ટચમાં છે.

મધ્ય પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન સિંહે જણાવ્યું છે કે કોંગ્રેસ અને કમલનાથની સરકાર રહેશે. તમે 16 મી તારીખે જોશો, સંખ્યા (ધારાસભ્યોની) સમાન રહેશે. (જ્યોતિરાદિત્ય સિંધિયા) છોડવાથી કંઈપણ અસર કરતું નથી, રાજા-મહારાજાઓના દિવસો ગયે ઘણો સમય વીતી ગયો છે.

મધ્યપ્રદેશમાં ખુરશી માટે ઘમાસાણ જંગ

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ કેન્દ્રીય પ્રધાન મુકુલ વાસનિક, વરિષ્ઠ નેતા હરીશ રાવત અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રભારી દીપક બાબરીયાને પાર્ટીના ધારાસભ્યો સાથે વાતચીત કરવા નિરીક્ષક તરીકે ભોપાલ મોકલવામાં આવ્યા છે. આ નેતાઓ પર અસંતુષ્ટ રાસભ્યો અને પક્ષ વચ્ચે મધ્યસ્થી કરવાની અને તેમની ફરિયાદોના નિરાકરણની જવાબદારી છે. જોકે મધ્યપ્રદેશના સીએમનું કહેવું છે કે ચીંતાની કોઈ વાત નથી પાર્ટી વિધાનસભામાં બહુમતી સાબિત કરશે.

કમલનાથ

કોંગ્રેસના ટેકણલાકડી રાજ્યો

કોંગ્રેસે હવે વહેલી તકે યુવાઓને આગળ ધપાવી સતર્ક થઈ જવાની જરૂર છે. એક તો પાર્ટીની સ્થિતિ યોગ્ય નથી. ઉપરથી ઘણા રાજ્યો તો એવા છે જ્યાં કોંગ્રેસ ટેકા દ્રારા ચાલી રહી છે. આ ટેકણલાકડી તો ગમે ત્યારે ખસી જાય. જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ત્યાં ટેકણલાકડીઓ છે. ઝારખંડ, મહારાષ્ટ્ર્ સહિતના કેટલાક રાજ્યોમાં પાર્ટી લંગડી સરકાર બની ચાલી રહી છે. ઉપરથી પાર્ટીએ કર્ણાટકનું ઉદાહરણ ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ. એક સમયે કર્ણાટકની મીટીંગ ગુરૂગ્રામમાં થઈ હતી. જ્યોતિરાદિત્યની પણ ત્યાં જ થઈ. ગુરૂગ્રામ હવે ભાજપના ઓપરેશન લોટસનું કેન્દ્ર બની ચૂક્યું છે. જ્યાંથી ગમે તેવી મજબૂત સરકારના પાયા હચમચાવવાની ફોર્મ્યુલા તૈયાર થાય છે.

congress

હરિયાણા પહોંચ્યા ભાજપના ધારાસભ્યો

મધ્ય પ્રદેશના રાજકીય ઘટના ક્રમ વચ્ચે ભાજપે પોતાના ધારાસભ્યોને સાચવવાની કવાયત શરૂ કરી દીધી છે અને 106 ધારાસભ્યોને વાયા દિલ્હી થઈને હરિયાણાના માનેસર પહોંચાડી દેવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે ભાજપે પોતાના 106 ધારાસભ્યોને ભોપાલથી ચાર્ટર પ્લેન મારફત દિલ્હી મોકલવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે રાત્રે ભાજપના ધારાસભ્યો પોતાની બેગ લઇને પાર્ટી કાર્યાલયે પહોંચ્યા હતા.  જ્યાથી તેઓ દિલ્હી પહોચ્યા હતા. જ્યાંથી તેમણે હરિયાણાના માનેસર પહોંચાડવામા આવ્યા.. ભાજપના નેતા અને મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે આ મામલે જણાવ્યુ હતુ કે, અમે અહી રજા ગાળવા માટે આવ્યા છીએ.. એક તરફ કમલનાથ સરકાર પર ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે ભાજપને ક્યાંક પોતાના પક્ષમાં પણ ભાંગફોડની આશંકા છે.. તેથી જ રાજ્યસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પોતાના ધારાસભ્યોને ભાજપ એકજૂથ રાખવા મથામણ કરી રહ્યું છે..

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!