GSTV
Home » News » હિન્દીબેલ્ટમાં 3 રાજ્યો જીત્યા બાદ દક્ષિણમાં ભાજપને પછાડવા કોંગ્રેસનો આ છે પ્લાન

હિન્દીબેલ્ટમાં 3 રાજ્યો જીત્યા બાદ દક્ષિણમાં ભાજપને પછાડવા કોંગ્રેસનો આ છે પ્લાન

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રવિવારે ચેન્નાઈમાં આયોજિત એક જનસભામાં ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જેવી દેશની બંધારણીય સંસ્થાઓ ખતમ થવા નહીં દઈએ. ભાજપ એવું માને છે કે, ફક્ત એક જ વિચારથી આ દેશ ચાલવો જોઈએ. અમે વિનાશના વિચારમાં નથી માનતા. અમે સાથે ચાલવામાં અને સાથે આગળ વધવામાં માનીએ છીએ. હવે ભારતના બધા જ અવાજો એકજૂટ થઈને ભાજપને આગામી ચૂંટણીઓમાં હરાવશે.

ચેન્નાઇમાં દક્ષિણ ભારતના નેતાઓ એકમંચ પર આવ્યા

દક્ષિણ ભારતમાં કોંગ્રેસના સાથી પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમે ચેન્નાઈમાં એક જાહેર સભાનું આયોજન કર્યું હતું. આ જનસભામાં ડીએમકેના અધ્યક્ષ સ્ટાલિન સહિતના દિગ્ગજ નેતાઓ, તેલુગુ દેશમના વડા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, પુડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસ્વામી, રજનીકાંત સહિતની ફિલ્મ અને કોર્પોરેટ જગતની હસ્તીઓ તેમજ અન્ય દ. ભારતીય રાજકીય પક્ષોના નેતાઓએ પણ હાજરી આપી હતી. આ જનસભાને સંબોધન કરતા પહેલાં  સોનિયા ગાંધીના હસ્તે  અન્ના અરિવલયમમાં આવેલા ડીએમકેના વડા મથકે એમ. કરુણાનિધિનું પૂતળું ખુલ્લું મૂક્યું હતું.

તમિલનાડુમાં કોંગ્રેસ અને ડીએમકેનું જોડાણ ખૂબ જ મજબૂત

આ દરમિયાન સ્ટાલિને કહ્યું હતું કે, ડીએમકેએ વડાપ્રધાન પદ માટે વિપક્ષને રાહુલ ગાંધીના નામનું સૂચન કર્યું છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધીમાં ભાજપની ફાસીવાદી સરકારને હરાવવાની તાકાત છે. એટલે જ અમે વડાપ્રધાનપદ માટે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અમે આ દેશને બચાવીને રહીશું અને ભાજપવિરોધી પક્ષો વધુ મજબૂત થાય એ માટે કામ કરીશું.  કોંગ્રેસ સંસદીય સમિતિના અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનો  હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તમિલનાડુમાં કોંગ્રેસ અને ડીએમકેનું જોડાણ ખૂબ જ મજબૂત છે.

બીજા પક્ષો સાથે પણ જોડાણ કરીને લોકસભામાં ભાજપને હરાવીશું

આ રીતે અમે બીજા પક્ષો સાથે પણ જોડાણ કરીને આગામી લોકસભામાં ભાજપને હરાવીશું. કરુણાનિધિ લોકશાહીમાં  માનતા અને બંધારણીય સંસ્થાઓમાં વિશ્વાસ કરતા નેતા હતા. ભારતીય બેંકોના રાષ્ટ્રીયકરણ જેવા અનેક મુદ્દે કરુણાનિધિએ ઈન્દિરા ગાંધી સરકારને ટેકો જાહેર કર્યો હતો. એ વાત કોંગ્રેસ હંમેશા યાદ રાખશે. બંધારણીય મૂલ્યોને ખતમ કરનારા લોકો સામે લડવા કરુણાનિધિજીએ આપણને હંમેશા માર્ગદર્શન આપ્યું હતું. આપણે ભવિષ્યમાં પણ આ રીતે આગળ વધીશું.

Related posts

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi

ડબ્લ્યુટીએ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં થયો અપસેટ, બાર્ટીને હરાવી કુઝનેત્સોવા ફાઈનલમાં પહોંચી

Path Shah

પાકિસ્તાનીયો પાસે દાળ ખાવાના પણ પૈસા નથી, અને યુદ્ધની શેખી મારે છે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!