GSTV
Home » News » મેં કહ્યું હતું, અમે 150 રનની લીડ આપીશું તો 30 રનથી જીતીશું: રાહુલ

મેં કહ્યું હતું, અમે 150 રનની લીડ આપીશું તો 30 રનથી જીતીશું: રાહુલ

વિરાટ કોહલીએ કહ્યું કે, અમે બીજાને નહીં પણ અમારા ખુદને બતાવવા માંગતા હતા કે, અમારી ક્ષમતા શું છે અને અમે કેવો દેખાવ કરી શકીએ છીએ. આ વાત એક રીતે જવાબદારી ઉઠાવવાની છે. ખેલાડીઓએ મુશ્કેલ સમયમાં પોતાના દેખાવને ઊંચાઇ પર પહોંચાડ્યું. અમે જાણતા હતા કે અમે 150થી ઉપરનો લક્ષ્ય આપવામાં સફળ રહીશું તો અમારા માટે જીતની તક છે. કોહલીએ કહ્યું કે, ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ શાનદાર ભાગીદારી કરી.

જ્યારે મેન ઓફ ધ મેચ રહેલા લોકેશ રાહુલે કહ્યું કે, મારા માટે આ પ્રદર્શન માટે સારું સ્થાન ન હોઇ શકતું હતું. મેં મારું મોટાભાગનું ક્રિકેટ અહીં (બેંગ્લોરમાં) રમ્યો છું. મેં કહ્યું હતું કે, જો અમે 150 રનની લીડ લેવામાં સફળ રહીશું તો 30 રનથી અમે મેચ જીતી જઇશું. તેણે કહ્યું કે, અમે ઘણું બધું હાંસલ કર્યું છે પરંતુ, યુવા ટીમ માટે આ જીત ઘણી ખાસ રહેશે. અમે જાણતા હતા કે, મેચનો ત્રીજો દિવસ બેટિંગ માટે સારો રહેશે અને અમે જે પ્રકારનું વલણ બતાવ્યું, તે શાનદાર હતું. મહત્વનું છેકે, રાહલું મેચની બંને ઇનિંગ્સમાં અર્ધ સદી ફટકારી હતી. પ્રથમ ઇનિંગ્સમાં તેણે 90 રન અને બીજી ઇનિંગ્સમાં 51 રન બનાવ્યા હતા.

તો વળી, ઓસ્ટ્રેલિયાના કપ્તાન સ્ટિવ સ્મિથે પણ આ મેચને યાદગાર ટેસ્ટ ગણાવી હતી. તેણે કહ્યું કે, મારા ખેલાડીઓના પ્રદર્શન પર મને ગર્વ છે. સ્મિથે માન્યું કે, પૂજારા અને રહાણેની ભાગીદારીએ તેમની ટીમ માટે મુશ્કેલી ઉભી કરી હતી. ટેસ્ટ ક્રિકેટ ક્યારેય આસાન નથી હોતું. સેશન-સેશન રમતનો મિજાજ બદલાતો રહે છે. સિરીઝ હવે જીવંત થઇ ગઇ છે. હજી પણ સિરીઝમાં ઘણું ક્રિકેટ બાકી છે.

Related posts

Asia XI vs World XI: બીસીબીએ જાહેર કરી એશિયા XI ટીમ, વિરાટ સહિત 6 ભારતીય સામેલ

Pravin Makwana

આજના જ દિવસે ક્રિકેટના આ મહાન બેટ્સમેને દુનિયાને કહ્યું હતું અલવિદા, રડી પડ્યું હતું સમગ્ર ક્રિકેટ જગત

Bansari

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ત્રણ મોટા બદલાવની સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, પંત અને અશ્વિન થઈ શકે છે બહાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!