GSTV
Home » News » 30 જાન્યુઆરીએ બે મિનીટ માટે થંભી જશે સમગ્ર દેશ, મોદી સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ

30 જાન્યુઆરીએ બે મિનીટ માટે થંભી જશે સમગ્ર દેશ, મોદી સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ

30 જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશ બે મિનીટ માટે થંભી જશે. આ દિવસે મહાત્મા ગાંધીનો શહિદ દિવસ છે. એક સંસ્થા દ પીપલ ઓફ ઈન્ડિયાએ આ દિવસે સમગ્ર દેશમાં બે મિનીટ માટે મૌન રાખવાની અપીલ કરી છે. આ મૌન સાંજે 05.17થી શરૂ થઈ બે મિનીટ સુધી એટલે કે, 05.19 સુધી ચાલશે.

ત્યાર બાદ પોત-પોતાના સ્થાને રાષ્ટ્રગાન ગાવામાં આવશે. આ મૌન મહાત્મા ગાંધીને યાદ કરવાની સાથે સાથે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો, એનપીઆર અને એનસીઆર જેવા કાયદાના વિરોધમાં આયોજીત કરવામાં આવ્યું છે. આ આયોજન સંપૂર્ણપણે બિન રાજકીય રાખવામાં આવ્યું છે, પણ આ કાર્યક્રમમાં સૌ કોઈ સામેલ થઈ શકે છે.

માનવ શ્રૃંખલા પણ બનાવવામાં આવશે

દિલ્હીમાં આ કાર્યક્રમ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર આયોજિત કરવામાં આવ્યો છે. આ માનવ શ્રૃંખલા ચાર કિલોમીટર લાંબી બનાવવામાં આવશે. જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીથી લઈને રાજઘાટ સુધી માર્ચ કાઢશે. આ સંસ્થાએ પોતાના સંગઠનની સાથે સાથે જેએનયું, જામિયા અને દિલ્હી યુનિવર્સિટી જેવી અનેક યુનિવર્સિટીઓ અને અનેક મજૂર અને ખેડૂત સંગઠનો જોડાવા આહ્વાન કર્યું છે.

READ ALSO

Related posts

સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે તેવો સવાલ પ્રિયંકા ગાંધીએ પૂછતાં ભાજપે આપ્યો આ વળતો જવાબ

Mansi Patel

દેશની સૌથી મોટી બેન્કે ખાતાધારકોને આપી મોટી રાહત, હવે આ રીતે ઘર બેઠા ચેક કરો બેલેન્સ અને મિનિ સ્ટેટમેન્ટ

Ankita Trada

ઇન દિવારો સે સાફ જાહિર હૈ, વો દિખાવે મેં ખૂબ માહિર હૈ, થરૂર ગુજરાતના ફોટા જોઈ શાયર બની ગયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!