GSTV
Home » News » આપણે પહેલાં આપણા ઘરની સુરક્ષા કરવી જોઈએ બાદમાં પીઓકેમાં એર સ્ટ્રાઈક કરવી જોઈએ

આપણે પહેલાં આપણા ઘરની સુરક્ષા કરવી જોઈએ બાદમાં પીઓકેમાં એર સ્ટ્રાઈક કરવી જોઈએ

Shiv Sena

રફાલ ડીલ મામલે ભાજપના સાથી પક્ષ શિવસેનાએ પણ સવાલ ઉઠાવ્યા. શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે, સંરક્ષણ મંત્રાલયમાંથી રફાલના દસ્તાવેજ ચોરી થાય તે ગંભીર બાબત છે. આપણે પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીએ અને આપણા ઘરમાંથી ચોરી થાય તો આપણે વિચાવુ જોઈએ કે આપણા ઘરમાંથી કોણે ચોરી કરી. સંજય રાઉતે વધુમાં કહ્યુ કે, આપણે પહેલા આપણા ઘરની સુરક્ષા કરવી જોઈએ. બાદમાં પીઓકેમાં એર સ્ટ્રાઈક કરવી જોઈએ.

બસપા અધ્યક્ષ માયાવતીએ પણ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા

દેશમાં રાફેલ (Rafale )મામલે ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે બસપા અધ્યક્ષ માયાવતી (mayawati) એ પણ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. ટ્વિટ(Tweet) પર માયાવતીએ જણાવ્યુ કે, મોદી સરકારના શાસનમાં દેશ સત્યનાશ થયો છે. મોદી સરકાર દ્વારા આ કેવા પ્રકારની ચોકીદારી કરવામાં આવી રહી છે? માયાવતીએ સવાલ કર્યો કે, ખરેખર દેશની સુરક્ષા મજબૂત હાથમાં છે.

આપણે હવે આ મામલે વિચાર કરવો પડશે. તેમણે વધુમાં કહ્યું કે, રાફેલ (Rafale) ના દસ્તાવેજ ચોરી થાય છે અને ચોકીદાર કહે છે કે, હું દેશની ચોકીદારી કરી રહ્યો છું. આ પહેલા પણ મયાવતીએ રફાલ ડીલ મામલે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે, માયાવતી (mayawati) ટ્વિટ પર આવતાની સાથે દરરોજ નવા મુદાઓ ઉઠાવી સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે માયાવતી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગુરૂવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને ધેરવાનો પ્રયત્ન કર્યો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સીધો આરોપ લગાવ્યો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ ડીલમાં કરવામાં આવેલા ગોટાળા અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રફાલ ડીલમાં બાયપાસ સર્જરી કરી. દેશના ઈતિહાસમાં સૌથી મોટા ગોટાળાને અંજામ આપવામાં આવ્યુ. આ ગોટાળઆના કાગળમાં પીએમ મોદીનું પણ નામ છે. જેથી પીએમ મોદી વિરૂદ્ધ પણ તપાસ થવી જોઈએ.

રાહુલે વધુમાં કહ્યુ કે, રફાલમાં હવે નવી લાઈન શરૂ થઈ છે. દેશમાંથી રફાલની અસલી કિંમત ગુમ થઈ, બેરોજગારી હુમલ થઈ. રાહુલે આરોપ લગાવ્યો કે, પીએમ મોદીની દખલના કારણે રફાલ ડીલમાં મોડુ થયુ અને અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ફાયદો કરાવવામાં આવ્યો.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ કે, રફાલ ડીલના ગોટાળામાં ચોકીદારને બચાવવા માટે ભાજપ દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે. કોંગ્રેસે સાબિત કરી બતાવ્યુ કે, રફાલમાં ગોટાળો થયો છે. જેની તપાસ કરાવવા સરકાર પીછેહઠ ખરી રહી છે. ખરેખર રફાલમાં ગોટાળો થયો ન હોય તો પીએમ મોદીએ જેપીસીની તપાસ કરાવવી જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનના પરિવાર પણ એર સ્ટ્રાઈક અંગે જાણવા માગે છે. શહિના પરિવારમાં દુખની લાગણી છે. જો કે, એર સ્ટ્રાઈકના પુરાવા અંગે રાહુલ ગાંધીએ વધુ બોલવાનું ટાળ્યુ હતું.

Read Also

Read Also



Related posts

અહોઇ અષ્ટમી: આ શુભ મૂહૂર્તમાં પૂજા કરશો તો સંતાનોને પ્રાપ્ત થશે લાંબુ આયુષ્ય

Bansari

આ દિવાળી તમારા ઘરને સજાવો આ પ્રકારની ડિફરન્ટ રંગોળીથી, મહેમાનો જોઈને કરશે વાહવાહી…

Arohi

આ તારીખથી શરૂ થઈ રહ્યો છે Amazon દિવાળી સ્પેશિયલ સેલ, ઓફર્સ જાણીને દિવાળી રોશન થઈ જશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!