GSTV
Home » News » ઉદ્ધવ ઠાકરેનો પલટવાર, ભાજપે ક્યા આધારે જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી સાથે સરકાર બનાવી

ઉદ્ધવ ઠાકરેનો પલટવાર, ભાજપે ક્યા આધારે જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી સાથે સરકાર બનાવી

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થતાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હોટલ રિટ્રીટમાં તેમના ધારાસભ્યો સાથે બેઠક કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી. ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિ શાસન પર નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે રાજ્યપાલે અમને સમય આપ્યો નહીં.. પણ હવે રાજ્યપાલ એટલા દયાળુ થઈ ગયા કે હવે 6 મહિનાનો સમય આપ્યો.. ઉદ્ઘવ ઠાકરેએ હજુ પણ સરકાર બનાવવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ-એનસીપી સાથે વાતચીત થઈ રહી છે. ભાજપ કયા આધારે જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી સાથે ગયું હતું તેવો પણ સવાલ ઉદ્ધવ ઠાકરેએ ઉઠાવ્યો.

શિવસેના બીજી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરશે

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના નિર્ણયને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં તેમને સરકાર બનાવવા માટે જરૂરી બહુમતિ સાબિત કરવા માટે વધુ સમય ન આપવા અંગે અરજી દાખલ કરી. તેના થોડા જ સમયમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી આપી દીધી. એવામાં શિવસેનાએ રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બીજી અરજી આપવાનો નિર્ણય લીધો. બુધવારે સવારે 10-30 વાગ્યે શિવસેના બીજી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરશે. શિવસેનાએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના નિર્ણયને અયોગ્ય ગણાવી છે. અને આરોપ લગાવ્યો કે રાજ્યપાલે મહારાષ્ટ્રમાં સરકાર ન બને તે માટે ભાજપના ઇશારે ઉતાવળે આ નિર્ણય કર્યો છે.

અમે ફરીથી ચૂંટણી નથી ઈચ્છતા

એનસીપી-કોંગ્રેસે પણ શિવસેનાને ઝટકો આપ્યો. મુંબઇમાં અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યું હતું. બંને પક્ષે થયેલી બેઠક બાદ બંને પક્ષે કહ્યું પહેલા એનસીપી-કોંગ્રેસ વચ્ચે નીતિ નક્કી થશે. બાદમાં શિવસેના સાથે વાતચીત કરશે. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે શિવસેનાએ 11 નવેમ્બરે અમારી સાથે અધિકૃત રીતે સંપર્ક કર્યો હતો.

કોંગ્રેસ રાષ્ટ્રપતિ શાસનની સખ્ત શબ્દોમાં ટીકા કરે છે

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્યું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી લોકતંત્ર અને બંધારણનું મજાક ઉડાવવાનો પ્રયાસ કરાયો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ રાષ્ટ્રપતિ શાસનની સખ્ત શબ્દોમાં ટીકા કરે છે. અહેમદ પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ક્યારેય નિયમોનું પાલન નથી કર્યું. તેમજ અનેક રાજ્યોમાં તેમની મનમાની ચલાવી. શરદ પવારે કહ્યું કે અમે ફરીથી ચૂંટણી નથી ઈચ્છતા. અમે કોંગ્રેસ સાથે ગઠબંધનથી ચૂંટણી લડ્યા હતા. જેથી પહેલા તેમની સાથે વાતચીત જરૂરી છે.

હોસ્પિટલ પહોંચ્યા ભાજપનાં નેતા

મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ શિવસેનાના નેતા સંજય રાઉત સાથે ભાજપના નેતા આશિષ શેલારે મુલાકાત કરતા મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે.

સોમવારે સંજય રાઉતને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આશિષ સેલાર તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા.. જો કે બંને નેતાઓ વચ્ચે ઔપચારિક વાતચીત થઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આશિષ શેલારે સંજય રાઉત સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા. બંનેની મુલાકાત દરમ્યાન કોઇ રાજકીય ચર્ચા ન થઇ હોવાનું સુત્રોનું કહેવું છે.

આ પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે પણ હોસ્પિટલમાં સંજય રાઉત સાથે મુલાકાત કરી.

READ ALSO

Related posts

પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો

Nilesh Jethva

બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ

Nilesh Jethva

સરકારે ડીપીએસ સ્કૂલ હસ્તગત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર ફરી આવી મુ્સ્કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!