GSTV
ANDAR NI VAT

આપણે સંગઠિત થઈને નફરતને હરાવવાની છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાજસ્થાનના ઉદયપુરમાં બે મુસ્લિમ યુવકોએ એક હિન્દુ યુવાનની જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાની નિંદા કરી લોકોને શાંત રહેવા અપીલ કરી છે. બંને હત્યારાઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

રાજસ્થાન કોંગ્રેસ શાસિત રાજ્ય છે. રાહુલ ગાંધીએ આ ઘટના વિશે ટ્વીટ કરી કે ધર્મના નામે બર્બરતા સહન કરવામાં આવશે નહીં. ઉદયપુરમાં થયેલી જઘન્ય હત્યાથી હું અત્યંત સ્તબ્ધ છું. આવી હેવાનિયતથી આતંક ફેલાવતા લોકોને તરત સજા મળવી જોઈએ. આપણે બધાએ સાથે મળીને નફરતને હરાવવાની છે. મારી સૌને અપીલ છે કે શાંતિ અને ભાઈચારો જાળવી રાખો.

આ ઘટના વિશે પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરી છે. તેમણે લખ્યું છે કે ઉદયપુરની હિંસક ઘટનાની નિંદા જેટલી થાય એટલી ઓછી છે. દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. ધર્મના નામ પર નફરત અને હિંસા ફેલાવનારા લોકોના મનસૂબા આપણા દેશ તથા સમાજ માટે ઘાતક છે. આપણે સાથે મળીને શાંતિ તથા અહિંસા માટે પ્રયાસ કરવા જોઈએ. રાજસ્થાનમાં છેલ્લાં કેટલાક મહિનાઓથી કોમી તંગદિલી વધતી જાય છે તે જોતાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થઈ શકે છે.

Read Also

Related posts

કેટલીક સરકારો જાણીજોઈને સરકારી શાળાઓ અને હૉસ્પિટલોને બરબાદ કરે છે

Damini Patel

મોદી જવાહરલાલ નહેરુ પર રીઝ્યા તો મમતા દીદી ખીજ્યા

Damini Patel

સૌરવ ગાંગુલી રાજનીતિમાં પ્રવેશ કરશે?

Damini Patel
GSTV