GSTV
Home » News » બેન્કો કરોડો રૂપિયામાં ભરાશે, VODA-IDEAએ લોન ચૂકવવામાં હાથ કર્યા અદ્ધર

બેન્કો કરોડો રૂપિયામાં ભરાશે, VODA-IDEAએ લોન ચૂકવવામાં હાથ કર્યા અદ્ધર

સુપ્રિમ કોર્ટે ગત સપ્તાહે આપેલ AGR અંગેના ચુકાદાએ ટેલિકોમ સેક્ટરમાં પડતા પર પાટું માર્યું છે. સમગ્ર ટેલિકોમ સેક્ટર જિયોની સ્પર્ધા અને નીચા ભાવને કારણે તાણ હેઠળ છે તેવામાં જુના કેસના 1.30 લાખ કરોડથી વધુની રકમ ટેલિકોમ મંત્રાલય થકી સરકારને ચૂકવવાના આદેશથી હવે વર્તમાન ટેલિકોમ કંપનીઓની સમસ્યા વધુ ગંભીર બની છે.

ગુરૂવારે બપોરે ભારતી એરટેલે 23,000 કરોડની ખોટ રજૂ કરી હતી તો સામે પક્ષે વોડાફોન આઈડિયાએ ગુરૂવારે સાંજે જાહેર કરેલ પરિણામોમાં ખોટ 50,000ને પાર નીકળી હતી. ભારતીય કોર્પોરેટ જગતના ઈતિહાસની સૌથી વધુ ખોટ નોંધાવાનો રેકોર્ડ વિદેશી કંપની વોડાફોન અને કુમાર મંગલમ બિરલાની ટેલિકોમ કંપની આઈડિયાના સંયુકત સાહસ વોડાફોન-આઈડિયાને અંદાજે 51,000 કરોડની ખોટ થઈ છે.

આ ક્ષેત્રની એક સમયની ટોચની કંપની અને નાદારીના ખટલામાં ફસાયેલ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશનને પણ જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરમાં 30,142ની મસમોટી ખોટ થઈ છે. જો માત્ર આ ત્રણ ટેલિકોમ કંપનીની જ વાત કરવામાં આવે તો જિયો સિવાયની કંપનીઓની ખોટ 1 લાખ કરોડને પાર જોવા મળી છે.

સુપ્રિમ કોર્ટના એક 14 વર્ષ જુના કેસના આદેશને પગલે ત્રણેય કંપનીઓએ મોટી રકમ કેન્દ્ર સરકારને ચુકવવાની જોગવાઈ કરવી પડી છે. સર્વોચ્ચ અદાલતે આ પૈસાની ચૂકવણી કરવા માટે ટેલિકોમ જાયન્ટોને ત્રણ માસનો સમય આપ્યો છે. ગઈકાલે યોજાયેલ કોનકોલમાં વોડાફોન આઈડિયાના મેનેજિંગ ડાયરેક્ટર રવિન્દ્ર ઠક્કરે એક નિવેદનમાં જણાવ્યું કે સરકાર તરફથી સહાયની રાહ જોવાઈરહી છે અને જો જરૂરી મદદ નહિ મળે તો કંપનીએ અન્ય વિકલ્પો પર વિચાર કરવો પડશે.

ઠક્કરે કહ્યું કે સરકારી સહાય સિવાય પણ પૈસા એકત્ર કરવા માટે ડેટા સેન્ટરનું વેચાણ તથા ઓપ્ટિક ફાઈબરમાં હિસ્સેદારી વેચવા માટે વિચારાધીન છીએ. ટોચના એક અધિકારીએ ગુપ્તતાના ધોરણે આપેલ માહિતીમાં કહ્યું કે બેંકો સાથે ગત સપ્તાહે યોજાયેલ બેઠકમાં વોડાફોન સરકારી સહાય વગર લોનની પરત ચૂકવણી કરવાની અસમર્થતતા અત્યારથી જ દર્શાવી છે.

કંપનીના ટોચના અધિકારીઓએ બેંકોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ટેલિકોમ મંત્રાલયના અને સુપ્રિમ કોર્ટના ભારે નિર્ણય બાદ હવે અમે પૈસા કોને ચૂકવીએ અને કોને નહિ ? જો સરકાર તરફથી કોઈ રાહત નહિ મળે અને રાહત સિવાયની અન્ય કોઇ જાહેરાત નહિ થાય તો લોનના પૈસા પરત ચૂકવવા અમે અસમર્થ છીએ. બેંકો પાસે પડેલ બેંક ગેરન્ટી ટાંચમાં લેવાનો આદેશ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ તરફથી આવ્યો તો અમે બેંકોને પૈસા નહિ ચૂકવી શકીએ, તે વાત સ્પષ્ટ છે,તેમ અધિકારીએ જણાવ્યું છે.

Read Also

Related posts

ભાગ્ય દર્પણ: આ રાશિના જાતકોને થશે લાભ, હકારાત્મક વલણથી મળશે ઉકેલ

Bansari

સોના કરતાં પણ 4 ગણું કિંમતી છે પેલેડિયમ, સોનાના ભાવ 17 ટકા તો એના ભાવ 63 ટકા વધ્યા

Mansi Patel

અમદાવાદની સેન્ટ્રલ જેલ ફરી આવી વિવાદ, જેલનાં અલગ અલગ યાર્ડમાંથી મળ્યા મોબાઈલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!