GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ઈમરાનની મદદની ભીખ છતાં આ 2 મુસ્લિમ દેશોએ રોકડું પરખાવ્યું કે અમે ભારતની સાથે, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

કાશ્મીર મામલે સમર્થન માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન હવે મુસ્લિમ દેશો સમક્ષ મદદની ભીખ માગવા લાગ્યા છે. જોકે એવા અહેવાલો છે કે જે મુસ્લિમ દેશો છે તેણે પણ પાકિસ્તાનને આ મામલે કોઇ જ મદદ કરવાની ના પાડી દીધી છે. અગાઉ અમેરિકા અને બ્રિટન તેમજ રશિયા જેવા દેશોએ પણ ઇમરાન ખાનને મદદની ના પાડી દીધી હતી. ઇમરાન ખાને સાઉદી અરેબિયા અને યુએઇની મદદ માગી હતી. જોકે આ બન્ને મોટા મુસ્લિમ દેશોએ પાકિસ્તાનને કોઇ પણ પ્રકારની મદદ કરવાની ના પાડી દીધી હતી.

બંને દેશોએ ના પાડી દીધી

પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુએઇ અને સાઉદી અરેબિયા જેવા મુસ્લિમ દેશોએ પાકિસ્તાનને સલાહ આપી છે કે તે વાતચીત દ્વારા ભારત સાથેના સંબંધોને યોગ્ય દિશામાં લઇ જવાના પ્રયાસો કરે. માત્ર ઇમરાન ખાન જ નહીં પાકિસ્તાની સૈન્યના વડા બાજવાને પણ આ જ પ્રકારની સલાહ યુએઇ અને સાઉદી અરેબિયાએ આપી છે. બન્ને સાથે આ દેશોના વડાઓ અને તેના પ્રતિનિધિઓએ વાતચીત કરી હતી અને વાતચીત અતી ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે એવા અહેવાલો છે કે આ બન્ને દેશોએ સીધી રીતે કોઇ પણ પ્રકારની મદદ કરવાની પાકિસ્તાનને ના પાડી દીધી છે.

સાઉદી અરેબિયા ભારતને મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ સપ્લાય કરે છે, પાકિસ્તાન કરતા મોટુ માર્કેટ તેનું ભારતમાં છે. આવી સિૃથતિમાં તે જો પાકિસ્તાનને સાથ આપે તો તે પણ પોતાના પગ પર કુવાડો મારવા જેવું થશે તેથી તેણે મદદ કરવાની ના પાડી દીધી છે. અગાઉ અનેક મુસ્લિમ સંગઠનોએ પણ ઇમરાન ખાનને આ જ પ્રકારની સલાહ આપી હતી અને કહ્યું હતું કે વાતચીત જારી રાખો. આ ઉપરાત જોકે આ મુસ્લિમ દેશોએ સાથે પાકિસ્તાનને એવી પણ ખાતરી આપી છે કે કાશ્મીરમાં જે પ્રતિબંધો છે તેને ઓછા કરવામાં આવે તે માટે ભારત સાથે તેઓ વાતચીત કરવા માટે તૈયાર છે. આ સિૃથતિ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન 19મી સપ્ટેમ્બરે સાઉદી અરેબિયા જવાના છે. જે સમયે પણ તેઓ કાશ્મીરનું રટણ જારી રાખી શકે છે.

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana

ખાદ્યપદાર્થો મોંઘા થતાં જૂન મહિનામાં છૂટક ફુગાવો વધ્યો, સરકારે જાહેર કર્યા આ આંકડાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!