GSTV

દેશની બહારની અને અંદરની કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર: આસિસ્ટન્ટ એરમાર્શલ

Last Updated on April 9, 2020 by pratik shah

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશમાં લગાવેલા લોકડાઉનની વચ્ચે એર ચીફ માર્શલ સૂરતસિંહ, સહાયક ચીફ ઓફ એર સ્ટાફ ઓપરેશન્સે જણાવ્યું હતું કે, અમે દેશના કેટલાક સ્થળોની અંદરથી અને બહારની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર છીએ. અમે નેપાળમાં પણ સામગ્રીની સપ્લાય પહોંચાડી છે. ન્યૂજ એજન્સી એએનઆઈ સાથએ વાત કરતાં સુતાર સિંહે કહ્યું હતું કે દેશના લોકોને પરત લાવવા માટે અમે પહેલ વુહાન અ઩ પછી ઈરાન પણ મોકલ્યું હતું. તેમણે આગળ કહ્યું કે અમે ઓપરેશન સંજીવનીની જેમ માલદીવમાં ચિકિત્સા પુરવઠા માટે પણ એરક્રાફ્ટ મોકલ્યું હતું. દેશમાં લોકડાઉન વચ્ચે દેશભરમાં ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવામાં વાયુસેનાની મદદ લેવામાં આવે છે. ખાસ કરીને દવઆઓ અને જરૃરી સામાનને દૂર દૂર સુધીના વિસ્તારોમાં પહોંચાડવા માટે માલવાહક વિમાન લાગેલા છે.

રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ

દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 5666 પર પહોંચી છે. તો દેશમાં અત્યાર સુધી 500 લોકોએ કોરોનાને જાકારો આપ્યો છે. દેશમાં અત્યાર સુધી 171 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રણાના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 773 કેસ આવ્યા હતા અને આ સમયે 32 લોકો મૃત્યુ પામ્યા છે. અગ્રવાલે કોરોનાની ગતિને રોકવા માટે લાગુ કરેલા લોકડાઉનને પ્રભાવી બતાવતા કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તર પર જુદાજુદા વિભાગોના સહયોગ દ્વારા સ્થાનિય લોકોને આ સંક્રમિત – ચેપી રોગ બાબતે જાગરૂકતા અને ચિકિત્સાના ઉપાયો અસરકારક રીતે બનાવવા પર ભાર મૂક્યો છે.

દેશમાં અત્યાર સુધી 1,21,271 લોકોના કરાયા પરિક્ષણ

ભારતીય આયુર્વિગ્યાન સંશોધન સમિતિ (આઈસીએમઆર) ના વૈગ્યાનિક રમણ આર ગંગાશેડકરે કહ્યું હતું કે દેશમાં હવે કોરોના ચેપના 1,21,271 પરીક્ષણો થઈ ચૂક્યા છે. છેલ્લાં 24 કલાકમાં કરાયેલા 13,345 પરીક્ષણોનો પણ તેમાં સમાવેશ થાય છે. દેશમાં આઈ.સી.એમ.આર.ની પ્રયોગશાળાઓ પણ વધારીને 139 કરાઈ છે. તો ખાનગી ક્ષેત્રની 65 લેબોરેટરીમાં કોવિડ -19નું પરિકણ કરવા માટેની મંજૂરી આપી દીધી છે.

READ ALSO

Related posts

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગળ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel

મોટા સમાચાર: CBSEએ જાહેર કર્યો CTET પરીક્ષાનો કાર્યક્રમ, સમગ્ર દેશમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે આ કસોટી

Pravin Makwana

VIDEO: નબળા હ્દયવાળા આ વીડિયો જોતા જ નહીં, ફુલ સ્પિડે ચાલતી ટ્રેન સાથે લટકીને ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે આ યુવકો, મરવાનો ડર જ નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!