GSTV

રામલ્લાને જમીનના નિર્ણયથી અમને નથી સંતોષ, સુપ્રીમના ચૂકાદાને પડકારશે આ પક્ષકાર

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થયો છે. ત્યારે વિવાદત જમીનના પક્ષકાર સુન્ની વક્ફ બોર્ડે કોર્ટના ચૂકાદાનું સન્માન કર્યુ છે. પરંતુ બોર્ડે ચૂકાદા અંગે અસંતોષ વ્યક્ત કર્યો. સુન્ની વક્ફ બોર્ડના વકીલ ઝફર જીલાનીએ જણાવ્યુ કે, કોર્ટે આપેલા ચૂકાદામાં કેટલાક વિરોધાભાસ છે. કોર્ટના ચૂકાદાનું અધ્યન કરી ચર્ચા કરવામાં આવશે. જે બાદ તમામ પક્ષકારો યોગ્ય નિર્ણય લેશે. બીજી તરફ બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેનું અમે સન્માન કરીએ છીએ. બહુ મોટા વિવાદનો ઉકેલ આવ્યો છે. હવે સરકારે નિર્ણય કરવાનો છે કે અમને જમીન ક્યાં આપે છે.

બનશે રામ મંદિર

અયોધ્યામાં વિવાદિત ભૂમિ પર રામ મંદિર બનશે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે રામલલ્લાનો દાવો યથાવત રાખ્યો છે. વિવાદિત જમીન રામલલ્લાને અપાશે. રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો. સાથે એક ટ્રસ્ટ બનાવી મંદિર નિર્માણ માટે આદેશ આપ્યો. ચીફ જસ્ટીસે કહ્યું કે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં યોજના બનાવે. મંદિર બનાવવાના નિયમો બનાવવા આદેશ કર્યો.

હિંદુઓને શરતને આધિન જગ્યા મળશે

હિંદુઓને શરત આધિન જગ્યા મળશે. મુસ્લિમોને વૈકલ્પિક પાંચ એકર જમીન અન્ય સ્થળે આપવામાં આવે. મુસ્લિમોને મસ્જિદ માટે બીજે જગ્યા મળશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને પણ વૈકલ્પિક જગ્યા આપવી જરૂરી છે. નમાજ પઢવાની જગ્યા મસ્જિદ હોય છે. વિવાદિત જમીનનો હિસ્સો કેન્દ્ર સરકારના રિસિવલરક પાસે રહેશે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન મળશે. મુસ્લિમ પક્ષ માલિકી હક સાબિત ન કરી શક્યો.

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો

રામલલ્લા

શું માગ્યું?શું મળ્યું?
જમીનનો હકકોર્ટે જમીનો હક આપ્યો

નિર્મોહી અખાડો

શું માગ્યું?શું મળ્યું?
મંદિર પર અમારૂ નિયંત્રણ હોયદાવો ફગાવ્યો

સુન્ની વક્ફ બોર્ડ

શું માગ્યુ ?શું મળ્યુ?
જમીનમાંથી બહાર ન કરવામાં આવેપાંચ એકર વૈકલ્પિક જમીન

સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ

  • ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ મળશે સ્થાન
  • 3 મહિનામાં કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવે
  • અયોધ્યાની જમીન રામલલ્લાને
  • રામજન્મભૂમિ ન્યાસને વિવાદીત જમીન આપવામાં આવે
  • મુસ્લિમ પક્ષને અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવે
  • સરકાર ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવે

READ ALSO

Related posts

તૈયાર રહેજો: ભારતનો એટલો જલ્દી પીછો નહી છોડે કોરોના, વેક્સિન આવ્યા બાદ પણ લડવી પડશે લાંબી જંગ

Bansari

બોલિવૂડ ડ્રગ્સ કેસમાં ખુલીને સામે આવેલી ડ્રગ્સ ચેટ, ડિજીટલ પ્રાઈવસીને લઈને ઉઠી રહ્યા છે આ સવાલો

Pravin Makwana

ખુશખબર/ 2 લાખ વિદ્યાર્થીઓ માટે સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો, શૈક્ષણિક વર્ષ નહીં થાય બરબાદ

Karan
Do NOT follow this link or you will be banned from the site!