GSTV
Home » News » પાકિસ્તાન યુદ્ધની તૈયારી કરી રહ્યું હોવા મામલે થયો મોટો ખુલાસો, સેનાએ કહી દીધું આ

પાકિસ્તાન યુદ્ધની તૈયારી કરી રહ્યું હોવા મામલે થયો મોટો ખુલાસો, સેનાએ કહી દીધું આ

પુલવામા હુમલા પછી સમગ્ર વિશ્વનો ટેકો ભારતને મળ્યો છે અને ચોમેરથી આતંકવાદના સમર્થક પાક. ઉપર ટીકાનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે ન છૂટકે પાકિસ્તાનના લશ્કરે મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરી હતી કે પાક. સૈન્ય યુદ્ધની તૈયારી કરી રહ્યું નથી. આતંકવાદને છાવરતું પાકિસ્તાન હવે સમગ્ર વિશ્વમાં ખૂલ્લું પડી ગયું છે. પુલવામા હુમલા પછી સમગ્ર વિશ્વનું સમર્થન ભારતને મળ્યું છે અને બધી બાજુથી પાકિસ્તાન ઉપર ટીકાનો વરસાદ થયો છે, ત્યારે ગભરાઈ ગયેલા પાકિસ્તાને સ્પષ્ટતા કરી હતી કે અમે યુદ્ધની તૈયારી કરી રહ્યા નથી.

પાક. લશ્કર ઈચ્છતું નથી કે ભારત સાથે યુદ્ધ થાય

પાકિસ્તાની લશ્કરની મીડિયા પાંખે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી હતી કે અમે ભારત સાથે યુદ્ધ કરવા ઈચ્છતા નથી. લશ્કરના પ્રવક્તાએ કહ્યું કે પાક. લશ્કર યુદ્ધ માટે તૈયાર નથી અને પાક. લશ્કર ઈચ્છતું નથી કે ભારત સાથે યુદ્ધ થાય, પરંતુ જો ભારત યુદ્ધ કરશે તો પાક. સૈન્ય તેનો જવાબ આપશે. ભારતના હાથે હાર ખમી ચૂકેલા પાકિસ્તાન લશ્કરે વૈશ્વિક બદનામીથી બચવા ડાહી ડાહી વાતો કરીને ઉમેર્યું હતું કે પાકિસ્તાની લશ્કર ભારત ઉપર હુમલાની પહેલ નહીં. ભારતની સરહદે સતત શસ્ત્ર વિરામનો ભંગ કરનારા પાકિસ્તાનના નાપાક લશ્કરે હાસ્યાપદ દાવો કરતા કહ્યું કે આતંકવાદનો સૌથી વધુ ભોગ પાકિસ્તાન બન્યું છે અને પાકિસ્તાને અફઘાનિસ્તાનના અલકાયદા સામે લડત આપી છે.

પાક. લશ્કર સામેથી હુમલો કરશે નહીં , ડરી ગયું

ભારતીય સૈન્ય પાકિસ્તાન ઉપર હુમલો કરવાનું છે એવી વાતોથી ગભરાઈ ગયેલા પાકિસ્તાની લશ્કરના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારતમાં એવી વાતો થઈ રહી છે કે સૈન્ય પાકિસ્તાન ઉપર હુમલો કરશે. એ કારણે અમે સ્પષ્ટતા કરીએ છીએ કે પાક. લશ્કર સામેથી હુમલો કરશે નહીં. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી તે પછી પાકિસ્તાન વૈશ્વિક સ્તરે આતંકવાદીઓને છાવરતા દેશ તરીકે ખુલ્લુ પડી ગયું છે. તેની બદનામીમાંથી બચવા માટે પાકિસ્તાની લશ્કરે આવા ખુલાસા આપીને આબરુ બચાવવાની મથામણ આદરી છે.

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!