બિહારમાં એનડીએના સાથી પક્ષો વચ્ચે લોકસભાની બેઠક મામલે ઘમાસાણ સર્જાયુ છે. RLSP દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે ભાજપના ગુલામ નથી. બિહારમાં બેઠકની ફાળવણી મતની ટકાવારી પ્રમાણે થવી જોઈએ. RLSPના મહાસચિવ નાગમણિ કુશવાહે કહ્યું કે, RLSP એનડીએ સાથે રહેશે કે નહીં તે અંગે ફરીવાર વિચાર કરશે.
નાગમણિએ કહ્યુ કે, બિહારમાં સરકાર નીતિશ કુમાર નથી ચલાવી રહ્યા. બિહારમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. નીતિશ કુમારના રાજમાં વિકાસના કામ ઠપ્પ થઈ ગયા છે. નાગમણિએ વધુમાં રહ્યું કે, હવે એ જોવાનું રહેશે કે, એનડીએ RLSPને કેટલી બેઠક આપે છે અને બેઠકની ફાળવણી માટે કેવા પ્રકારનો નિર્ણય લે છે. જે બાદ RLSP એનડીએમાં રહેવુ કે નહીં તે અંગે નિર્ણય લેશે.