GSTV

કોઇએ પણ મને ગુંડાનું પ્રમાણપત્ર આપવાની જરૂર નથી : અમે પ્રમાણિત ગુંડા છીએ, હુમલો થયાં તો ચૂપ નહીં રહીએ

Last Updated on June 17, 2021 by Dhruv Brahmbhatt

શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે મુંબઇમાં શિવસેના ભવન માત્ર એક રાજનૈતિક મુખ્યાલય નહીં, પરંતુ મહારાષ્ટ્રની ઓળખનું પ્રતિક છે. તેમણે કહ્યું કે કોઇએ પણ તેના તરફ કુદ્રષ્ટિ નાંખવાનું દુઃસાહસ ના કરવું જોઇએ. અયોધ્યામાં રામ મંદિર માટેની જમીન ખરીદીના વિવાદ અંગે શિવસેનાના મુખપત્ર સામનાની અંદર કથિત અપમાનજનક ટિપ્પણીઓના વિરોધમાં ભાજપના યુવા મોરચાએ રેલી યોજી હતી. ત્યાર બાદ બુધવારે દાદર વિસ્તારમાં શિવસેના ભવન બહાર ભાજપ અને શિવસેનાના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

ભાજપના કાર્યકર્તાઓ શિવસેના ભવનમાં તોડફોડ કરવા માટે આવી રહ્યાં છે

શિવસેનાના ધારાસભ્ય સદા સરવાણકરે કહ્યું કે, ‘તેમની પાર્ટીના કાર્યકર્તાઓને સૂચના મળી હતી કે ભાજપના કાર્યકર્તાઓ શિવસેના ભવનમાં તોડફોડ કરવા માટે આવી રહ્યાં છે.’ આ ઘટના વિશે સંજય રાઉતે કહ્યું કે, ‘શિવસેના ભવન મરાઠી અને મહારાષ્ટ્રનું પ્રતીક છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે કોઇએ પણ મને ગુંડાનું પ્રમાણપત્ર આપવાની જરુર નથી, અમે પ્રમાણિત ગુંડા છીએ.’

સરકાર

જો કોઇ શિવસેના ભવન પર હુમલાનો પ્રયાસ કરે તો શું શિવસૈનિકો ચૂપ રહેશે? સામનામાં તો ખાલી આરોપો પર સ્પષ્ટીકરણની માંગ કરી હતી. તેમાં એવું શું હતું કે ભાજપ આટલી ગુસ્સે થઇ? અમે તો એવું લખ્યું હતું કે જો આરોપો ખોટા હોય તો આરોપ કરનારા લોકોને દંડ કરવામાં આવે.

આ દેશમાં સ્પષ્ટીકરણ માંગવું શું અપરાધ છે? અમે એવું તો નહોતું લખ્યું કે આમા ભાજપ જવાબદાર છે. શું તમેં ભણેલા નથી? શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ન્યાસ એક સ્વાયત સંસ્થા છે. તેમાં ભાજપની ભૂમિકા શું છે?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!